શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળીની સફાઈ કરતી વખતે આ 8 વસ્તુઓ ઘરમાંથી કાઢીને ફેંકો બહાર

દિવાળી પહેલા ઘરની સાફ-સફાઈ કરતી વખતે  આપણે ઘણી વાર કેટલીક જૂની વસ્તુઓને ફરી સાચવીને  મુકી દઈએ છીએ.  પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓ પ્રત્યે તમારો લોભ, ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સકારાત્મકતાને ઓછું કરે છે તેનાથી બચવા માટે કેટલીક વસ્તુઓને ઘરમાંથી બહાર કરવું ખૂબ જરૂરી છે આવો જાણીએ લક્ષ્મી પૂજન પહેલા ઘરની કઈ-કઈ વસ્તુઓને ઘરની બહાર કરવી જોઈએ. 
1. તૂટેલો અરીસો રાખવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. 
 
2. લગ્નજીવનમાં સુખ શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ પત્નીના પરિણીત જીવનમાં પરેશાનીઓ આવવાની શકયતા ઘણી વધી જાય છે.
 
3. ખરાબ ઘડીયાળ ઘરમાં ન  મુકવી જોઈએ એવું માનવું છે કે ઘડિયાળની સ્થિતિ  પરથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નિર્ધારિત થાય છે.. જો ઘડીયાળ સારી રીતે ચાલતી નહી હોય કે બંધ રહેતી હોય  તો પરિવારના સભ્યોને  કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને કામ ચોક્કસ સમયમાં પૂર્ણ નહી થાય. 
 
4. જો તમારા ઘરમાં કોઈ તૂટેલા ફોટા હોય તો એને પણ તરત ઘરમાંથી દૂર કરો. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જો ઘરમાં કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ છે કે તૂટેલી છે તો એને પણ ઘરમાંથી બહાર કરો.
 
5. જો ઘરના મુખ્ય બારણા તૂટી રહ્યા હોય તો તેને તરત જ ઠીક કરાવી લો. બારણામાં તૂટ-ફૂટ અશુભ ગણાય છે. ઘરનું  ફર્નીચર યોગ્ય સ્થિતિમાં હોવું જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરમાં તૂટ-ફૂટની ખરાબ અસર થાય છે. 
 
6. તૂટેલા ડબ્બા, ખરાબ રમકડા, નકામી સજાવટી સામગ્રી ફાટેલા કપડા. તૂટેલી ચપ્પલ અને જૂની ચાદર જેટ્લી જલ્દી બની શકે કાઢી નાખો. ઘરમાં પાછલા વર્ષના વધેલા દીવાઓ ન પ્રગટાવવા. નવા ખરીદો અને દીવાળી ઉજવો.
 

7. વાસ્તુદોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી ઘરમાં વાસ્તુદોષ થાય છે. ત્યાં પૈસાની ઉણપ બની રહે છે આથી આ દોષોનું નિવારણ લક્ષ્મી પૂજન પહેલા કરો. 
8. ઘરમાં ભારે સામાન અને બિનજરૂરી વસ્તુઓ ઘરના દક્ષિણ્-પશ્ચિમ ભાગમાં મૂકવી જોઈએ. બીજા કોઈ સ્થાન પર ભારે સામાન મૂકવૂ વાસ્તુ મુજબ અશુભ ગણાય છે. ઘરમાં બાથરૂમ અને  રસોડા માટે પાણીની સપ્લાઈ ઉત્તર-પૂર્વ દિશામાં હોવી જોઈએ.