બુધવાર, 5 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2025
  3. દિલ્હી વિધાનસભાચૂંટણી 2025
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2025 (13:54 IST)

પીએમ મોદી અને અમિત શાહે દિલ્હીવાસીઓને મતદાનના દિવસે કરી આ અપીલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને મત આપવાની અપીલ કરી છે.
 
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે તમામ બેઠકો પર મતદાન થશે. અહીંના મતદાતાઓને મારો આગ્રહ છે કે લોકતંત્રના આ ઉત્સવમાં ઉત્સાહ સાથે ભાગ લે અને પોતાનો કિંમતી મત જરૂર આપે. આ અવસર પર પહેલી વખત વોટ કરનારા યુવા મતદાતાઓને મારી વિશેષ શુભકામનાઓ- પહેલા મતદાન, પછી જલપાન."
 
ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાતાઓને મત આપવાની અપીલ કરી છે.
 
તેમણે ઍક્સ પર લખ્યું, "દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે જઈ રહેલાં ભાઈઓ-બહેનોથી અપીલ કે તેઓ ખોટા વાયદાઓ, પ્રદૂષિત યમુના, શરાબના ઠેકાઓ, તૂટેલી સડકો અને ગંદા પાણી સામે વોટ કરે."
 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. અહીં 699 ઉમેદવારો મેદાનમાં છે અને લગભગ દોઢ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો પ્રયાગ કરશે. મતગણતરી 8મી ફેબ્રુઆરીના રોજ થશે.