ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

નવદુર્ગાનો ગરબો

રંગે રમે આનંદે રમે રે.
આજ નવદુર્ગા રંગે રમે રે.
આદિતે આવ્‍યાં અલબેલી અંબા,
મંડપમાં મતવાલી ભમે રે, આજ. 1
સોળે શણગાર માને અંગે સુહાયે,
હીરલા રતન માને અરુણા સમે રે, આજ. 2
મંગળવારે માજી છે રે ઉમંગમાં,
ચાચર આવીને ગરબે રમે રે. આજ. 3
બુધવારે માજી બેઠાં બિરાજે,
રાસ વિલાસ માનો ગાયો છૈયે રે. આજ. 4
ગુરુવારે આઈગરબે રમે છે,
ચંદન પુષ્‍પ તે માને ગમે રે, આજ. 5
ભૃગુવારે માજી ભાવ ધરીને,
બ્રાહ્મણ રમે તે માને ગમે રે. આજ. 6
શનિવારે મહાકાળી થયાં છે,
ભિક્ષા ભોજન મનગમતાં જમે રે, આજ. 7
વલ્લભ કહે માને ભાવે ભજીન
રાસ વિલાસ માનો ગાયો ગમે રે. આજ. 8


દેવી અન્નપૂર્ણાનો ગરબો

(રાગ - મા પાવાગઢથી ઉતર્યાં.)
માં અંબા તે રમવા નિસર્યાં, દેવી અન્નપૂર્ણા !
મા શો લીધો શણગાર રે. દેવી.
મા પાવાની પટરાણી રે દેવી.
મા દાંતે લેવરાવ્‍યું દાણ રે. દેવી.
મા નીલવટ ટીલડી શોભતી, દેવી.
મા દામણી રત્‍ન જડાવ રે, દેવી.
માને કાને કનક ફૂલ શોભતાં, દેવી.
મા ઝાલ્‍યોનો ઝબકાર રે. દેવ
મા કોટે પાટિયાં હેમનાં, દેવી.
મા કંઠીયોમાં રત્‍ન જડાવ રે. દેવી.
મા બાંહે બાજુબંધ બેરખાં, દેવી.
માને દશે આંગળીએ વેઢ રે. દેવી.
મા લીલા તે ગજનું કાપડું, દેવી.
મા છાયલ રાતી કોર રે. દેવી.
મા ફૂલફગરનો ઘાઘરો, દેવી.
મા ઓઢણું કસુંબલ ઘાટ રે. દેવી.
મા પગે તે કડલાં શોભતાં, દેવી.
મા કાંબીઓ રત્‍ન જડાવરે. દેવી.
મા ગાયે ને જે જે સાંભળે, દેવી.
તેની અંબામા પૂરે આશ રે. દેવ
ભટ વલ્લભ મા તાહરો, દેવી.
હેતે ગાયો માનો રાસ રે. દેવી.