નવરાત્રીમાં સૌદર્યને કેવી રીતે જાળવશો ?

PTIPTI

નવરાત્રી આવતા જ યુવતીઓ જાતજાતની તૈયારીઓ કરવા માંડે છે. કોઈ અવનવા ચણિયા-ચોળી ખરીદે છે તો કોઈ સૌદર્ય પ્રશાધનો તો કોઈ
અવનવા આર્ટીફીશિયલ ઘરેણાં ખરીદે છે. દરેક યુવતીઓ આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે. કેટલીય તૈયારીઓ કરવામાં આવે તો પણ છેલ્લી ઘડીએ કંઈક તો બાકી રહી જ જાય છે. આવો અમે તમને બતાવીએ છે કે આ નવ દિવસ રમવા જતા પહેલા તમે કંઈ વાતો ધ્યાનમાં રાખશો.

- નવરાત્રી એ નવદિવસની આરાધના હોય છે. નવરાત્રીમાં સતત 4-5 કલાક રમવાનું હોય છે, જે માટે શરીરનું તંદુરસ્ત રહેવુ અને ફ્રેશ રહેવું ખૂબ આવશ્યક છે. નવરાત્રીમાં રાતે મન દઈને રમવું હોય તો જરૂરી છે કે દિવસે 2-3 કલાક પૂરતો આરામ લો.

- ખોરાક પણ પૌષ્ટિક અને તાજો લો. રાતે રમવાં જતા પહેલા હળવો ખોરાક ખાવો જોઈએ જેથી પેટ અંગેની કોઈ તકલીફ ઉભી ન થાય. જો તમે ઉપવાસ રાખતાં હોય તો રમતાં જતાં પહેલા ફળોનો રસ અવશ્ય પીવો જોઈએ.

- નવરાત્રીમાં ગરબા રમવા દરમિયાન પરસેવો પુષ્કળ થાય છે તેથી બને ત્યાં સુધી ગ્લુકોઝનું પાણી વચ્ચે વચ્ચે પીતાં રહેવું જોઈએ.

- નવરાત્રીમાં આંખો અને પગ વધુ થાક અનુભવે છે, તેથી આંખોને દિવસે ચારથી પાંચ વાર ઠંડા પાણીથી ધોવી જોઈએ અને પગનો થાક ઉતારવા પગને સાધારણ ગરમ પાણીમાં મીઠુ નાખીને 20 મિનિટ સુધી ડુબાડી રાખવા જોઈએ.

-મેક-અપ એવો જ કરવો જોઈએ જે તમને શોભે. માત્ર દેખા દેખીથી સજીને કોઈના હસીના પાત્ર બનવા કરતાં સારુ છે કે તમે સિમ્પલ અને તમને શોભે તેવો મેક-અપ કરો.

- ગરબા રમીને ઘેર આવ્યા પછી બધા ઘરેણા ઉતારીને અને મોઢુ ગરમ પાણીથી ધોઈને જ ઉંઘવું જોઈએ.
કલ્યાણી દેશમુખ|
આટલુ કરશો તો તમે નવ દિવસ સુધી બિલકુલ ફ્રેશ મુડ સાથે ગરબા રમી શકશો.


આ પણ વાંચો :