બંગાળની માતા દુર્ગાનું બીજુ રૂપ - તારા

W.D
ભગવતી મહાકાળીને જ નીલરૂપા હોવાને કારણે તારા પણ કહેવાય છે. તારાના નામનુ રહસ્ય આ પણ છે કે આ હંમેશા મોક્ષ આપનારી, તારવાવાળી છે. તેથી જ તો તેને તારા કહેવાય છે. મહાવિદ્યાઓમાં આ બીજા સ્થાન પર આવેલી છે.

આ દેવી વાક્શક્તિ આપવામાં સમર્થ છે. તેથી તેણે સરસ્વતી પણ કહે છે. ભયંકર વિપત્તિયોથી ભક્તોની રક્ષા કરે છે. તેથી તે ઉગ્રતારા છે. બૃહન્નીલ-તંત્રાદી ગ્રંથોમાં ભગવતી તારાના સ્વરૂપની વિશેષ ચર્ચા છે.

હયગ્રીવનો વધ કરવાને કારણે તેમણે નીલ-વિગ્રહ પ્રાપ્ત થયો છે. આ સ્વરૂપ શિવ પર પ્રત્યાલીઢ રૂપમા આરુઢ છે. ભગવતી તારા નીલવર્ણવાળી, નીલકમળોની જેમ ત્રણ નેત્રોવાળી અને હાથોમાં કાતર, કપાલ, કમળ અને ખડગ ધારણ કરવાવાળી છે. આ વાધની ચામડીમાં વિભૂષિત અને ગળામાં મુંડમાળા ધારણ કરનારી છે.

શત્રુનાશ, વાક્શક્તિની પ્રાપ્તિ તથા ભોગ-મોક્ષની પ્રાપ્તિને માટે તારા અથવા અગ્રતારાની સાધના કરવામાં આવે છે. રાત્રીદેવીના સ્વરૂપ જેવી શક્તિ તારા મહાવિદ્યાઓમાં અદ્ભૂત પ્રભાવશાળી અને સિધ્ધિની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે.

ભગવતી તારાના ત્રણ રૂપ છે.- તારા, એકજટા અને નીલ સરસ્વતી. ત્રણે રૂપોમાં રહસ્ય, કાર્ય-કલાપ અને ધ્યાન એકબીજાથી અલગ છે. પણ અલગ હોવા છતાં સૌની શક્તિ તો એક જ છે. ભગવતી તારાની ઉપાસના મુખ્ય રીતે તંત્રોક્ત પધ્ધતિથી થાય છે. જેને આગમોક્ત પધ્ધતિ પણ કહે છે. આમની ઉપાસનાથી સામાન્ય વ્યક્તિ પણ ગુરૂની જેમ વિદ્વાન થઈ જાય છે.

ભારતમાં સૌ પહેલાં મહર્ષિ વશિષ્ઠે તારાની આરાધના કરી હતી, તેથી તારાને વશિષ્ઠરાધિતા તારા પણ કહે છે. વશિષ્ઠે પહેલાં તારાની આરાધના વૈદિક રૂપથી શરૂ કરી, જે અસફળ રહી.

વશિષ્ઠને અદ્રશ્ય શક્તિ પાસેથી સંકેત મળ્યો કે તે તાંત્રિક પધ્ધતિ દ્રારા જેને 'ચિનકારા' કહેવાય છે, તેમની ઉપાસના કરે. જ્યારે વશિષ્ઠએ તાંત્રિક પધ્ધતિનો આશ્રય લીધો, ત્યારે તેમણે સિધ્ધિ પ્રાપ્ત થઈ.

'મહાકાળ-સંહિતા' ના નામે કલાખંડમાં તારા રહસ્ય વર્ણિત છે. જેમાં તારારાત્રિમાં તારા ની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ચૈત્ર શુક્લ નવમીની રાતને 'તારારાત્રિ' કહેવાય છે.

चैत्रे मासि नवम्यां तु शुक्लपक्षे तु भूपते।
क्रोधरात्रिर्महेशानि तारारूपा भविष्यति॥ (पुरश्चर्यार्णव भाग-३)

બિહારના સહરસા જિલ્લામાં પ્રસિધ્ધ 'મહિષી' ગામમાં ઉગ્રતારાનુ સિધ્ધપીઠ આવેલું છે. ત્યાં તારા, એક જટા અને નીલ-સરસ્વતીની ત્રણે મૂર્તિયો એક સાથે છે. વચ્ચે મોટી મૂર્તિ અને આજુબાજુ નાની મૂર્તિયો છે.

મંત્ર
વેબ દુનિયા|
ૐ હીં સ્ત્રીં હૂં ફટ સ્વાહા


આ પણ વાંચો :