મહાકાળીનો ગરબો

માનો ગરબો ગબ્બર પર

વેબ દુનિયા|

મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે,
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1
મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી રે,
માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2
માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે.
માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3
માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી રે,
માને દશે આંગળીએ વેઢ પાવાવાળી રે. 4
માને ઝાલને ઝુમણું શોભતું મહાકાળી રે,માને કંઠે એકાવન હાર પાવાવાળી રે. 5
માને નાકે નકવેસર શોભતું મહાકાળી રે,
માને ટિલડી તપે લલાટ પાવાવાળી રે. 6
માએ સેંથો ભર્યો સિંદુરનો મહાકાળી રે,
માને ચોટલે વસિયલ નાગ પાવાવાળી રે. 7
મા ચોસઠબેનડી તેડાવશું મહાકાળી રે,
મા સાથે કેવળ વીર પાવાવાળી રે, 8મા ફૂલના દડા હાથમાં મહાકાળી રે.
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 9
મા પાટણ પરગણું તાહરૂં મહાકાળી રે,
મા ગુર્જર ખંડમાં ગામ પાવાવાળી રે. 10
મા શંખબલપુર સોહામણું મહાકાળી રે,
માનો મધ્‍યે પુર વાસ પાવાવાળી રે. 11
મા સર્વ મળીને કરી સ્‍થાપના મહાકાળી રે,માને માનસરોવર પાળ પાવાવાળી રે. 12
મા કૂકડીયાને સજ કર્યા મહાકાળી રે,
મા થયાં તે ઘોડી સવાર પાવાવાળી રે. 13
મા કેસરી વાઘા પહેરીયા મહાકાળી રે,
મા ભમ્‍મર ભાલું હાથ પાવાવાળી રે. 14
મા રમતાં રમતાં નિસર્યાં મહાકાળી રે,
આવ્‍યાં માનસરોવર પાસ પાવાવાળી રે. 15મા સાથે લશ્‍કર ચાર ટુકડી મહાકાળી રે,
ખીરદાળી બહુચર માત પાવાવાળી રે. 16
મા માનસરોવર તલાવડી મહાકાળી રે,
તેમાં ભરિયાં નિર્મળ નીર પાવાવાળી રે. 17
મા ઊતારીને કીધાં પોતિયાં મહાકાળી રે,
માએ નાહીને પીધું નીર પાવાવાળી રે. 18
મા ઘોડીનો ઘોડો થયો મહાકાળી રે,મા સ્ત્રી માંથી પુરુષપાવાવાળી રે. 19
માનો પટંતરો ત્‍યાંથી થયો મહાકાળી રે,
માનો પૃથ્‍વીમાં મહિમાય પાવાવાળી રે. 20
ઘણા હિન્‍દુ કેરા દેવતા મહાકાળી રે,
ખીરદાળી બહુચર માય પાવાવાળી3 રે. 21
મા લીલા તે નેજા ફરફરે મહાકાળી રલે,
આવી મુગલ કેરી ફોજ પાવાવાળી રે. 22મા બહુચરમા એમ બોલીયાં મહાકાળી રે,
અલ્‍યા મા લઈશ મારૂં નામ પાવાવાળી રે. 23
મા મુગલે વાત મનમાં ધરી મહાકાળી રે,
ચડી મુગલો કેરી ફોજ પાવાવાળી રે. 24
મા બહુચર માના મરઘલા મહાકાળી રે,
તે તળિયા તવા માંય પાવાવાળી રે. 25
મા કૂકડિયા ભોજન કીધાં મહાકાળી રે,
પછી ચડી તે માને રીસ પાવાવાળી રે, 26મા મૂઆ તે મૃગલા બોલ્‍યા મહાકાળી રે,
પછી આઈ થયાં અસ્‍વાર પાવાવાળીરે. 27
મા ત્રિશૂળ લીધું હાથમાં મહાકાળી રે,
મા કીધો અસુર તણો નાશપાવાવાળી રે. 28
મા કૂદી ઘોડો મારીયો મહાકાળી રે,
મા હાથી પાડયો એક પાવાવાળી રે. 29
મા મોટો મુગલ એક મારીઓ મહાકાળી3 રે,
બીજા મુગલોનો નહિ પાર પાવાવાળી રે. 30મા બળ કરી મુગલ મારીઆ મહાકાળી રે,
માર્યો બાદશાહનો ભાણેજ પાવાવાળી રે. 31
મા સામે થયું સઉ એકઠું મહાકાળી રે,
મા ચાલ્‍યાં તે મુગલ પાસ પાવાવાળી રે. 32
તેં મારૂં તે વાર્યું નવ કર્યું મહાકાળી રે,
તેં હાથે વસાવ્‍યું વેર પાવાવાળી રે. 33
ત્‍યાં હાથ જોડીને આવિયા મહાકાળી રે,માને લળી લળી લાગ્‍યા પાય પાવાવાળી રે. 34
મા સોનાના ઘડાવું કુકડા મહાકાળી રે,
મા લાવું મંડપ માંય પાવાવાળી રે. 35
મા તારૂં દેવળ ફરી ચણાવશું મહાકાળી રે,
મા ઉપર ધોળી ધજાય પાવાવાળી રે. 36
મા તારો ચાચર સાધશું મહાકાળી રે,
કહે વલ્લભ કોડે બાંધશું પાવાવાળી રે. 37


આ પણ વાંચો :