શ્રી મહા શક્તિની ઉપાસનાનું મહત્વ

W.D
જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, પરાશક્તિ, ચિત્તશક્તિ વગેરે અનેક શક્તિયો છે. શક્તિ જ વિશ્વની સુષ્ટિનાં ઉદ્ભવનો આધાર છે. શક્તિ જ વિશ્વની પરિપોષણનો આધાર છે. આ જ રીતે વિશ્વના વિલયનો આધાર પણ શક્તિ છે.

સ્થિર સુષ્ટિ હોય કે અસ્થિર સુષ્ટિ હોય, પિંડ સુષ્ટિ હોય કે બ્રહ્માંડ સુષ્ટિ, બધી સુષ્ટિને ચલાવવા માટે અને ટકાવી રાખવા માટે શક્તિની અવશ્ય જરૂર પડે છે. આ શક્તિયો સૂક્ષ્મ બ્રહ્મશક્તિના રૂપમાં ઓળખાય છે.

પિંડ સુષ્ટિ એટલેકે અમારા શરીરમાં પણ બ્રહ્માંડ સૃષ્ટિની જેમ જ અનેક ક્રિયામાં પ્રક્રિયા, અનેક અવસ્થાઓનું પરિવર્તન, તેમને ધારણ કરવું, વિનાશ પ્રક્રિયા આ બધા કામ શક્તિ દ્રારા જ સિધ્ધ થાય છે.

કોઈપણ વસ્તુનો ઉદ્ભભવ કરાવવાવાળી શક્તિ બ્રાહ્મી શકિત કહેવાય છે. પૌરાણિક સંદર્ભમાં આ શક્તિને અમે બ્રહ્માં ના રૂપમાં જાણીએ છીએ.

તેની સ્થિતિ કરાવવાવાળી શક્તિ વૈષ્ણવી શક્તિ કહેવાય છે. પોરાણિક સંદર્ભમાં આ શક્તિને વિષ્ણુના રૂપમાં માનીએ છે અને તેને લય કરવાવાળી શક્તિ શૈવી શક્તિ કહેવાય છે. પૌરાણિક સંદર્ભમાં અમે આ શક્તિને શિવના રૂપમાં જાણીએ છીએ.

સ્થૂળ જગત અને આ જ રીતે અમારાં શરીરની અનેક અવસ્થાઓમાં સતત નવાં પરિવર્તન, તેને ધારણ કરવા, સતત અનેક અવસ્થાઓ અને ક્રિયાઓનુ વિઘટન, નાશ અને અન્યમાં વિલય આ બધું કામ શક્તિ દ્રારા જ સિધ્ધ થાય છે.

જેવી રીતે અખિલ વિશ્વને સૂર્ય થી પ્રકાશ, તાપ અને ઉર્જા મળે છે. જેના વગર, જીવન ક્રમ શક્ય નથી. તે જ રીતે અમારાં શરીરમાં પણ અનેક સૂર્યની જેમ પ્રકાશિત પ્રકાશ, તાપ અને ઉર્જાના સ્ત્રોત આવેલા છે. જેને કુળ્ડલીની શક્તિ કહેવાય છે.

અમને આ કુળ્ડલીની શક્તિનો બોધ એ માટે નથી થઈ શકતો કારણ કે તે સુપ્ત અવસ્થામાં જ રહે છે. તેના જાગરણનું સંસાધન કરવાનું હોય છે. આ પ્રક્રિયાને 'કુળ્ડલીની જાગરણ' કહે છે. કુળ્ડલીની જાગરણ પછી અમારા શરીરમાં સુપ્ત અવસ્થામાં વ્યાપેલી અનેક શક્તિયો અસિમિત માત્રામાં પરિલક્ષિત થવા માંડશે. જેને કુળ્ડ્લીની શક્તિ કહે છે.

પરંતુ કુળ્ડલીનીને જાગૃત કરવાની પ્રક્રિયામાં વધુ સાવધાની, સતત પ્રવાસ, વધુ ગંભીરતા અને તીવ્ર અનુશાસનની આવશ્યકતા હોય છે. કારણ કે કોઈ પણ શક્તિના પ્રસ્ફૂટન પછી તેને વિનષ્ટ નથી કરી શકાતા. તેનાથી તો ઘનાત્મક અથવા ઋણાત્મક પ્રભાવ પ્રાપ્ત થઈને જ રહે છે.

વેબ દુનિયા|
અણુબોંબ વિસ્ફોટ પછી જે રીતે અનેક વર્ષો સુધી તેના વિકિરણ પ્રભાવથી અનેક પ્રકારનું નુકશાન ઉઠાવવું પડે છે તે જ રીતે કુળ્ડલીની શક્તિથી ઉત્કિત ઉર્જાના ઋણાત્મક પક્ષનું પણ અનેક ક્ષેત્રોમાં બહું લાંબા સમય સુધી નુકશાન ઉઠાવવું પડે છે.


આ પણ વાંચો :