શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : સોમવાર, 7 ઑક્ટોબર 2019 (15:03 IST)

શુ આપ જાણો છો મંત્રોની હેરફેરથી ગયા રાવણના પ્રાણ

ધાર્મિક સાહિત્યમાં શ્રી રામને વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર માનવામાં આવે છે. અયોધ્યા નરેશ દશરથની આજ્ઞા મુજબ તેમના પુત્ર રામને 14 વર્ષનુ વનવાસી જીવન વ્યતિત કરવુ પડ્યુ. વનમાં લંકાપતિ રાવણ  શ્રી રામની પત્ની સીતાનું  છળ કપટથી અપહરણ કરીને લંકા લઈ ગયા. વાનરોની મદદથી ભગવાન શ્રી રામે લંકા પર આક્રમણ કર્યુ. યુદ્ધે  ભયંકર રૂપ ધારણ કરી લીધુ હતુ. બંને તરફથી બરાબરીના યોદ્ધા હોવાથી કોણી જીત થશે તે કહેવુ મુશ્કેલ હતુ. . ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી રામને રાવણના વધ માટે ચંડી દેવીની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનું  કહ્યુ.  ચંડી દેવીની પૂજા માટે 108 નીલ કમળની વ્યવસ્થા કરવામાં આવી. આ વાતની જાણ રાવણને પણ થઈ ગઈ.  ત્યારે રાવણએ  પણ ચંડી દેવીને પ્રસન્ન કરવા અમરત્વ પ્રદાન કરવાની લાલચથી યજ્ઞ કરાવ્યો. 
 
જ્યારે ભગવાન શ્રી રામ ચંડી પૂજન કરી રહ્યા હતા  ત્યરે રાવણે પોતાની યોગ માયાથી ભગવાન શ્રી રામની પૂજા સમગ્રીમાંથી એક નીલકમળ ગાયબ કરી દીધુ.  આવુ થતા ભગવાન શ્રીરામને પોતાનો સંકલ્પ તૂટતો જોવા મળ્યો.  સંકલ્પ તૂટતા ચંડી દેવી નારાજ થવાનો ભય રામને સતાવવા લાગ્યો. આ સમયે એક નીલ કમળ મળવુ ખૂબ મુશ્કેલ હતુ કારણ કે  નીલ કમળ એક દુર્લભ પુષ્પ છે. જેની વ્યવસ્થા કરવુ શક્ય નહોતી.. ત્યારે શ્રી રામને યાદ આવ્યુ કે તેમના સ્વરૂપને પણ કમળ નયન માનીને પૂજા કરવામાં આવે છે.  કેમ ન હુ મારા સંકલ્પ પૂર્તિ માટે મારી એક આંખ જ ચંડી દેવીને અર્પિત કરી દઉ..   ત્યારે ભગવાન રામે તરત એક  બાણ કાઢીને પોતાની આંખ કાઢવા લાગ્યા .. આ સમય તરત જ ચંડી દેવી પ્રગટ થઈને બોલ્યા રામ તમારી પૂજાથી હુ ખૂબ જ પ્રસન્ન છુ. અને તમને વિજયી થવાનુ વરદાન આપુ છે. 
 
 
બીજી બાજુ રાવણે પણ ચંડીને પ્રસન્ન કરવા યજ્ઞનુ આયોજ કર્યુ. આ યજ્ઞમા હનુમાનજી એક બ્રાહ્મણ બાળકનુ રૂપ લઈને આવ્યા.  યજ્ઞમાં હાજર બ્રાહ્મણે બાળક બ્રાહ્મણની નિસ્વાર્થ સેવા ભાવ જોઈને તેને વર માંગવનુ કહ્યુ ત્યારે બાળક બ્રાહ્મણે કહ્યુ કે તમે જે મંત્રથી યજ્ઞ કરી રહ્યા છો એ મંત્રમાં મારા કહેવાથી એક શબ્દ બદલી નાખો. યજ્ઞ કરનારા બ્રાહ્મણને તેનુ રહસ્ય સમજાયુ નહી. તેમણે એવુ જ કર્યુ. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ એ યજ્ઞથી દેવી નારાજ થઈ ગયા અને રાવણનો તેના ભાઈ બંધુઓ સહિત સર્વનાથ થઈ ગયો..