શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ચૂંટણી 2008
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 8 ડિસેમ્બર 2008 (18:25 IST)

કોંગ્રેસ લઇ ગયું...ભાજપ જોતું રહ્યું...

કોંગ્રેસની 3-2થી ભાજપને સરસાઇ

લોકસભાની સેમી ફાઇનલ સમી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ભાજપીઓને આત્મમંથન માટે મજબૂર કર્યા છે. છેલ્લા વર્ષમાં દેશ ઉપર આવેલી કેટલીય વિટંબણાઓની વચ્ચે કોંગ્રેસે એક સારી રાજકીય રમતનો પરચો આપ્યો છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 3-2થી ભાજપને માત આપી છે. ભાજપને સૌથી મોટો ઝટકો રાજસ્થાનમાં પડ્યો છે. પ્રજાના સહારે કોંગ્રેસે રાજા રજવાડાઓનું રાજ રાણીના હાથમાં
છીનવી લીધું છે. સાથોસાથ દિલ્હીમાં શીલા દિક્ષિતે હેટ્રીક મારી દેશના પાટનગરમાં કોંગ્રેસનું રાજ અકબંધ રાખી ભાજપને પોતાની શક્તિનો પરચો આપ્યો છે.

આ ઉપરાંત મિઝોરમમાં પણ કોંગ્રેસે એમ.એન.એફના હાથમાંથી સત્તા પોતાની ખોળામાં લઇ લીધી છે.

મધ્યપ્રદેશ તથા છત્તીસગઢે ભાજપની આબરૂ ટકાવી રાખી છે. એમાં પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો ફાળો મહત્વનો કહી શકાય. ચૂંટણીની શરૂઆતથી જ તેમનું પલડું ભારે દેખાતું હતું જે તેમણે આજે પુરવાર કરી બતાવ્યું છે. છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર હતી છેવટે ભાજપે કોંગ્રેસને ત્યાં માત આપી છે.
હવે જોવાનું એ રહે છે કે, સેમી ફાઇનલના પરિણામો જોયા બાદ આગામી લોકસભામાં મતદારો કેવી સ્વીંગ બોલીંગ કરે છે એ મહત્વનું છે...


મધ્યપ્રદેશ
પાર્ટી બેઠક
ભાજપ 143
કોંગ્રેસ 69
બસપા 07
અન્ય 11
કુલ 230

છત્તીસગઢ
પાર્ટી બેઠક
ભાજપ 50
કોંગ્રેસ 38
બસપા 02
અન્ય 00
કુલ 90

નવી દિલ્હી
પાર્ટી બેઠક
કોંગ્રેસ 42
ભાજપ 23
બસપા 02
અન્ય 02
કુલ 69

રાજસ્થાન
પક્ષ બેઠક
કોંગ્રેસ 99
ભાજપ 74
બસપ 07
અન્ય 20
કુલ 200