બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી રેસીપી
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (16:04 IST)

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

Singhara Barfi
Singhara Barfi
જો તમે પણ નવરાત્રિનુ વ્રત કરી રહ્યા છો અને આ વખતે નવરાત્રિ પર કંઈક ખાસ બનાવવા માંગો છો તો તમારે આજે નવરાત્રિના પહેલા દિવસે આ શિંગોડાના લોટની બરફી જરૂર ટ્રાય કરવી જોઈએ 
 
નવરાત્રિ વ્રતમાં લોકો મોટેભાગે ફળાહાર ખાય છે. જો તમે પણ વ્રતમાં ગળ્યુ ખાવાનુ પસંદ કરો છો તો તમે આ વખતે શિંગોડાના લોટની બરફીની આ રેસીપી બનાવીને જોઈ શકો છો. સિંગોડાની બરફી બનાવવા માટે તમારે ન તો વધુ ફેંસી સામાનની જરૂર પડશે કે ન તો તમને વધુ સમય લાગશે.  આ બરફીને ખાધા પછી વ્રત દરમિયાન અનુભવાતી કમજોરી અને થાકને પણ ગાયબ થઈ જશે.  આવો જાણીએ આ બરફી બનાવવાની સહેલી રીત. 
 
પહેલુ સ્ટેપ - શિંગોડાની બરફી બનાવવા માટે સૌથી પહેલા તમારે એક  કડાહીમાં 2-3 ચમચી ઘી નાખીને તેને મઘ્યમ તાપ પર ગરમ કરવાનુ છે. ઘી ઓગળી જાય કે કઢાઈમાં એક કપ શિંગોડાનો લોટ નાખીને તેને સારી રીતે સેકી લો. 
 
બીજુ સ્ટેપ - તમારે લોટને ત્યા સુધી ચલાવતા રહેવાનુ છે જ્યા સુધી તેનો રંગ ગોલ્ડન ન થઈ જાય. ત્યારબાદ તમારે કઢાઈમાં એક કપ દૂધ નાખો.  
 
ત્રીજુ સ્ટેપ - તમારે દૂધ લોટમા એકસાથે નાખવાને બદલે થોડું-થોડું મિક્સ કરવાનું રહેશે. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તમારે તેમાં ત્રણ-ચોથાઈ (3/4)કપ ખાંડ નાખવી.
 
ચોથું સ્ટેપ - ખાંડ સારી રીતે મિક્સ થયા પઆ પછી તમે આ મિશ્રણમાં બારીક સમારેલા કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. બરફીનો સ્વાદ વધારવા માટે તમારે આ મિશ્રણમાં એક ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર પણ નાખી શકો છો.  
 
છઠ્ઠુ સ્ટેપ - જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ  જાય તો તમે તેને બરફીના શેપમાં કાપી શકો છો.  હવે તમારી શિંગોડાની બરફી ખાવા માટે તૈયાર છે.  
 
વિશ્વાસ કરો તમને આ બરફીનો સ્વાદ ખૂબ ભાવશે. વ્રત દરમિયાન આ બરફીને ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવશો.