શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ફરાળી વાનગીઓ
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2020 (19:10 IST)

Navratri Vrat Recipe: નવરાત્રિમાં ઉપવાસની ચટપટી રેસીપી ખાવી છે તો ટ્રાય કરો આ ટેસ્ટી બટાકાના ચીલા Recipe

સ્વાદિષ્ટ બટાકાની ચીલા જેટલા ટેસ્ટી હોય છે તેટલા જ બનવામાં ઝડપી તૈયાર થઈ જાય છે.  આ ચીલા બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે. જો તમને વ્રત દરમિયાન ખૂબ ભૂખ લાગે છે તો આ ઝડપી ચીલા બનાવો. તો ચાલો આપણે તરત જાણી લઈએ ચીલા બનાવવાની ઝડપી સ્વાદિષ્ટ રેસીપી શું છે.
 
બટાકાની ચીલા બનાવવા માટેની સામગ્રી - 
-2-3 કાચા છીણેલા બટાટા 
-2 લીલા મરચાં
- બારીક સમારેલા લીલા ધાણા 
- 4 ચમચી કાળા મરી પાવડર
-1 ચમચી દેશી ઘી
- સ્વાદ પ્રમાણે સેંધા મીઠું
 
બટાકાની ચીલા કેવી રીતે બનાવવી -
બટાકાની ચીલા બનાવવા માટે પહેલા બાઉલમાં છીણેલા બટાકા, લીલા મરચા, કોથમીર, કાળા મરીનો પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તવાને ગરમ કરો અને તેમાં 1 ચમચી દેશી ઘી નાખો. આ પછી ગરમ તવા પર  બટાકાનુ  મિશ્રણ નાંખો,ચમચીની મદદથી આ મિશ્રણને પાનમાં ½ સે.મી.ની જાડાઈ સાથે ગોળાકાર આકારમાં ફેલાવો.  નહીં તો ચીલા તૂટી શકે છે. હવે ચીલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો. તમારી બટાકાના ચીલા તૈયાર છે. તમે આ ચીલાને વ્રતની ચટણી અથવા દહીં સાથે પીરસો.