રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:18 IST)

Vinayak Chaturthi Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, થશે શુભ ફળની પ્રાપ્તિ

આજે વિનાયક ચતુર્થી છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુથીએ વિનાયક ચતુર્થી ઉજવાય છે. આ દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે ભગ વાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચતુર્થી તિથિ દર મહિને બે વાર આવે છે. જે ચતુર્થિ તિથિ અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહે છે. આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે થોડા ખાસ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
- જો ગણેશ ચતુર્થી પર શતાવરી ગણેશજીને શતાવરી અર્પણ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.
 
- આ દિવસે ભગવાન ગણેશને મેરીગોલ્ડ ફૂલો અર્પણ કરવાથી ઘરના ક્લેશ-ઝગડા ખતમ થાય છે. 
 
- જો આ દિવસે ભગવાન ગણેશને ચાંદીનો ચોરસ ટુકડો ચઢાવવામાં આવે છે, તો ઘરમાં સંપત્તિને લઈને ચાલી રહેલ વિવદ ખતમ થાય છે.
 
- આ દિવસે ગણેશજીને 5 ઈલાયચી અને 5 લવિંગ અર્પણ કરવાથી જીવનમાં પ્રેમ કાયમ રહે છે. આ સાથે જ પ્રેમ જીવનમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.
 
- આઠ મુખી રૂદ્રાક્ષ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને અર્પણ કરવો જોઈએ.
 
વિનાયક ચતુર્થી મુહૂર્ત  (Vinayak Chaturthi 2021 Importance)
ચતુર્થી તિથિ ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે. તેથી ચતુર્થી પર ભગવાન ગણેશ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. .