ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 27 જૂન 2021 (08:19 IST)

સંકષ્ટી ચતુર્થી આજે જાણો પૂજા વિધિ શુભ મૂહૂર્ત મહત્વ અને સામગ્રીની આખી લિસ્ટ

હિંદૂ પંચાગ મુજબ દર મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિન સંકષ્ટી ચતુર્થી વ્રત રખાય છે. આષાઢ મહીનામાં સંકષ્ટી ચતુર્થી વ્રત આજે એટલેજે 27 જૂન 2021ને છે. આ દિવસે વિધિ વિધાનથી પ્રથમ પૂજનીય ભગવાન ગણેશની પૂજા- અર્ચના કરાય છે. ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી બધા મનોકામન પૂર્ણ હોય છે. આવો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રત પૂજા-વિધિ, મૂહૂર્ત, મહત્વ અને સામગ્રીની આખી લિસ્ટ 
 
સંકષ્ટી ચતુર્થી પૂજા-વિધિ 
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો. 
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રગટાવો. 
શકય હોય તો આ દિવસે વ્રત પણ રાખો. 
ગણેશ ભગવાનનો ગંગાજળથી અભિષેક કરો. 
ભગવાન ગણેશને ફૂલ અર્પિત કરો. 
ભગવાન ગણેશને દૂર્વા પણ અર્પિત કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન હોય છે. 
ભગવાન ગણેશને સિંદૂર લગાવો. 
ભગવાન ગણેશનો ધ્યાન રાખો. 
ગણેશજીને ભોગ પણ લગાવો. તમે ગણેશજીને મોદક કે લાડુઓનો ભોગ પણ લગાવી શકો છો. 
આ વ્રતમાં ચાંદની પૂજાનો પણ મહત્વ હોય છે. 
સાંજે ચાંદના દર્શન કર્યા પછી જ વ્રત ખોલો. 
ભગવાન ગણેશની આરતી જરૂર કરવી. 
 
સંકષ્ટી ચતુર્થી મૂહૂર્ત 
ચતુર્થી તિથિ શરૂઆત- જૂન 27, 2021ને રાત્રે 3.54 વાગ્યે થી 
ચતુર્થી તિથિ સમાપ્ત- જૂન 28, 2021 ને 2.16 વાગ્યે 
સંકષ્ટી દિવસ ચંદ્રોદય 10.03 વાગ્યે 
સંકષ્ટી ચતુર્થી મહત્વ 
આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી બધા કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે.