સોમવાર, 16 ફેબ્રુઆરી 2026
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો
Written By વેબ દુનિયા|

શનૈશ્વર જયંતી

શનૈશ્વર જયંતી
W.D
નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગજમ
ચાયા માર્તળ્ડ સંભૂતં તં નમામિ શનૈશ્વર

ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ અમાવસના રોજ બાર વાગે માનવામાં અવે છે. તેથી વૈશાખ અમસનો દિવસ શનૈશ્વર જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે. શનિના અધિદેવતા પ્રજાપિતા બ્રહ્મા અને પ્રત્યધિદેવતા યમ છે. તેમનો વર્ણ કૃષ્ણ, વાહન ગીધ અને રથ લોખંડ બનેલો છે. તે એક એક રાશિમાં ત્રીસ ત્રીસ મહિના સુધી રહે છે. શનિ ભગવાન સૂર્ય અને છાયા(સંવર્ણા)ના પુત્ર છે. તેઓ ક્રૂર ગ્રહના રૂપે ઓળખાય છે.

શનૈશ્વર જયંતી પર શુ કરશો -

* આ દિવસે સવારે રોજના કામથી પરવારીને શુધ્ધ જળથી સ્નાન કરો.
* ત્યારબાદ પીપડાના વૃક્ષને જળ ચઢાવો.
* મંદિરમાં જઈને લોખંડથી બનેલા શનિ દેવતાની મૂર્તિને મંત્રોચ્ચાર દ્વારા મહાભિષેક કરો.
* પછી આ મૂર્તિને ચોખાથી બનાવેલ ચોવીસ દળના કમલ પર સ્થાપિત કરો.
* ત્યારબાદ કાળા તલ, કાળી અડદ, ફૂલ, ધૂપ અને તેલ વગેરેથી પૂજા કરો.
* શનિદેવને કાળા વસ્ત્ર અને લોખંડની વસ્તુ અર્પિત કરો.
* પૂજન દરમિયાન શનિના નીચે દર્શાવેલ દસ નામોનુ ઉચ્ચારણ કરો.

કોણસ્થ, કૃષ્ણ, પિપ્પલા, સૌરિ, યમ, પિંગલો, રોદ્રોતકો, બભુ, મંદ શનૈશ્ચર.

* દિવસે મહાઆરતી કરીને પ્રસાદનુ વિતરણ કરો.
* પૂજા કર્યા પછી પીપડાના ઝાડની સૂતના દોરાથી સાત પ્રદક્ષિણા કરો.

નીચેનો મંત્ર બોલી શનિદેવને પ્રાર્થના કરો -

શનૈશ્ચર નમસ્તુભ્યં નમસ્તે ત્વથ રાહવે
કેતવે અથ નમસ્તુભ્યં સર્વશાંતિપ્રદો ભવ

પછી પોતાની આર્થિક ક્ષમતા મુજબ યોગ્ય બ્રાહ્મણોને ભોજન કરાવીને લોખંડની વસ્તુ, ધન વગેરેનુ દાન જરૂર કરવુ.

જો મંદિર જવુ શક્ય ન હોય તો ઘરમાં જ શનિદેવનુ સ્મરણ કરી શનિ ચાલીસાનુ પઠન કરો. ત્યારબાદ શનિદેવની આરતી કરો.

શનિદેવની પૂજા પહેલા જો હનુમાનજીની આરાધના કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે.