શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2022 (20:56 IST)

Germany vs Japan: બે દિવસમાં એશિયાની બે ટીમોએ કર્યો ઉલટફેર, આર્જેન્ટીના બાદ જર્મની બન્યું શિકાર, જાપાન જીત્યું

japan soccer team
Germany vs Japan FIFA World Cup 2022 Live Score News in Gujarati : ફૂટબોલ વર્લ્ડ કપના ચોથા દિવસે જાપાને મોટો અપસેટ સર્જ્યો હતો. તેણે બુધવારે (23 નવેમ્બર) ગ્રુપ-Eમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં બે દિવસમાં આ બીજો મોટો અપસેટ છે. બંને અપસેટ એશિયન ટીમોએ કર્યા છે. અગાઉ મંગળવારે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું હતું.
 
Germany vs Japan Live 
જાપાને બુધવારે ફૂટબોલ વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. તેણે ગ્રુપ-ઈમાં જર્મનીને 2-1થી હરાવ્યું હતું. ચાર વખતની ચેમ્પિયન જર્મની મેચમાં પ્રથમ ગોલ કર્યા બાદ હારી ગઈ હતી. હાફ ટાઇમ સુધી તેની પાસે 1-0ની લીડ હતી. જાપાને સેકન્ડ હાફમાં આખી બાજી પલટી નાખી. 
 
જાપાન તરફથી રિત્સુ ડોને 75મી મિનિટે અને તાકુમા અસનોએ 83મી મિનિટે ગોલ કર્યા હતા. અગાઉ, એલ્કાઈ ગુંડોઆને 33મી મિનિટે પેનલ્ટી પર જર્મની માટે પહેલો ગોલ કર્યો હતો. વર્લ્ડ કપમાં બે દિવસમાં એશિયાની બે ટીમોએ અપસેટ સર્જ્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના સામે 2-1થી જીત મેળવી હતી. તે મેચમાં પણ આર્જેન્ટિનાની ટીમ પહેલા હાફ સુધી 1-0થી આગળ હતી. બીજા હાફમાં સાઉદી અરેબિયાએ મેચમાં પલટો કર્યો હતો. અહીં પણ જાપાને બીજા હાફની મેચ પલટી નાખી.
 
જર્મની ની ટીમને હવે  વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી બહાર થવાનો ખતરો મડરાય રહયો છે. છેલ્લી વખત 2018માં પણ તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયુ હતું.  તે પછી તેને પ્રથમ મેચમાં મેક્સિકો અને ત્રીજી મેચમાં એશિયન ટીમ દક્ષિણ કોરિયા દ્વારા હાર મળી હતી. તેને માત્ર સ્વીડન સામે જ જીત મળી હતી.