બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (18:40 IST)

તમારી મિત્રતાને પડછાયામાં કેદ કરો "દોસ્તી કા એક નિયમ છે No sorry No Thankyou"

મૈત્રી કરવી સરળ છે પણ તેને સાચવવી, નિભાવવી મુશ્કેલ છે. તમારા પણ ઘણા મિત્રો હશે. તમે ઈચ્છતા હોય કે તમે જે મિત્રો બનાવ્યા છે એમની મિત્રતા ટકી રહે તો નીચેના નિયમો હંમેશા યાદ રાખજો...
 
માફ કરતા શીખો - અજાણતા જો મિત્રથી કોઈ ભૂલ થઈ જાય તો તેનુ ખોટુ ન લગાડી લેતા. એવુ ન વિચારો કે તેણે આવુ કેમ કર્યુ, તેણે આવુ નહોતુ કરવુ જોઈતુ. ભૂલો બધાથી થાય છે, તેને નજર અંદાજ કરવી શીખો. એક-બીજાને માફ કરો અને ભૂલોને ફરી ક્યારેય ન કરવાનુ વચન આપો.
 
નાની નાની વાતોને મહત્વ ન આપો તેણે મને એસએમએસ ન કર્યો... મને વિશ ન કર્યુ... મને નોટ્સ ન આપી.. મારુ કામ કરવાની ના પાડી.........મને તેની ફલાણી વસ્તુ આપવાની ના પાડી.. મિત્રતા ઘણીવાર આવી નાની-નાની વાતોનો ભોગ બની જાય છે. જ્યારે કે આવી વાતોથી વધુ મહત્વનો તમારા મિત્રોનો સાથ છે જે એક વાર છૂટી ગયો તો પછી જીવનભર મળવો મુશ્કેલ થઈ જશે. તેથી સારુ તો એ રહેશે કે તમે તમારી મિત્રતામાં આવી નાની-નાની વાતોને મહત્વ ન આપશો.
 
તમારા મિત્ર પર નિયંત્રણ કરવાનો પ્રયાસ ન કરો
તમારા સિવાય તમારા મિત્રના બીજા કેટલા મિત્ર છે, એ ક્યારે શુ કરે છે... ક્યા જાય છે ? આ પ્રકારની વાતો પૂછીને તેને તમારા હાથની કઠપૂતળી બનાવવાના પ્રયત્નો ન કરશો. જો તમારો મિત્ર તમારી સાથે આ બધી વાતો શેર કરવા નથી માંગતો તો તેને ફોર્સ ન કરો કે ન તેને બિનજરૂરી સલાહ આપો.
 
મિત્રનો વિશ્વાસ ન તોડશો જો તમારો મિત્ર તમને સાચો મિત્ર માનીને તમને તેના જીવનની ખાનગી વાતો કહે તો તમારુ પણ કર્તવ્ય છે કે તમે તેને તમારા સુધી સીમિત રાખો. આવુ ન કરવુ એ મિત્ર સાથે વિશ્વાસઘાત સાબિત થશે.
 
સુખ દુ:ખના સાથી બનો
આવુ ન થાય કે તમે તમારા મિત્રનો ફક્ત પાર્ટી અને સિનેમા હોલમાં જવા માટે જ સાથ આપો. તેનો સાથ દરેક પરિસ્થિતિમાં આપો, ભલે પછી એ સુખ હોય કે દુ:ખ, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ. એવુ કહેવાય છે કે મિત્રની પરિક્ષા વિપરિત પરિસ્થિતિમાં જ થાય છે.
 
ઈમાનદાર બનો
સંબધોનો પાયો સત્ય અને વિશ્વાસ પર ટક્યો છે. તેથી મૈત્રીના આ સંબંધમાં પણ તમે પૂરા ઈમાનદાર બની રહો. તમારા મિત્ર સાથે દગો ન કરશો. તેના વિશ્વાસને બનાવી રાખો. એક વાર વચન આપીને તોડશો નહી.
 
પઝેસિવ ન બનો
તમારો મિત્ર તમારા સિવાય કોઈ બીજા સાથે વાત ન કરે, હંમેશા તમારી સાથે જ રહે, જો તમે આવુ વિચારો છો તો આ ખોટુ છે. તમારા મિત્રને લઈને પઝેસિવ ન બનો, કારણ કે દરેક માણસને સ્પેસની જરૂર હોય છે.