રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. G20 શિખર સંમેલન
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (09:32 IST)

G20 Summit 2023 - ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશેષ રાત્રિભોજનનું આયોજન, દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશેષ રાત્રિભોજનનું આયોજન, દેશના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શનિવારે ભારત મંડપમ ખાતે આયોજિત વિશેષ રાત્રિભોજન માટે સરકારે G20 મહાનુભાવો ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોને વિશેષ આમંત્રણો આપ્યા છે. 
 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્લી જશે અને રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનરમાં હાજરી આપશે. મહત્વનું છે કે, દિલ્લી ખાતે G20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેને લઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.