બુધવાર, 6 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. G20 શિખર સંમેલન
Written By
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (17:46 IST)

Know About G20 Summit 2023 - પહેલીવાર G20ની મેજબાની કરી રહ્યુ છે ભારત, શુ છે G20, કયા દેશ આમા ભાગ લેશે અને શુ છે આનુ કામ ?

G-20ની 18મી સમિટ આ વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભારત પ્રથમ વખત G-20ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીને શણગારવામાં આવી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રના 80 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરતા G-20ની અધ્યક્ષતા એ ભારત માટે એક મોટી તક છે. ચાલો તમને જણાવીએ કે G-20 શું છે, કયા દેશો તેનો ભાગ છે અને તે શું કામ કરે છે.
 
શુ છે G-20
 
G-20 ને ગ્રુપ ઑફ ટ્વેંટી કહેવામાં આવે છે. 19 દેશ આ સમુહના સભ્ય છે. ગ્રુપનુ 20મુ સદસ્ય યૂરોપીય સંઘ છે. જી20 સમિટનુ આયોજન વર્ષમાં એકવાર થાય છે. જો કે 2008થી શરૂઆત પછી 2009 અને 2010 વર્ષમાં પણ જી-20 સમિટનુ આયોજન બે-બે વાર કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ગ્રુપના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષને બોલાવવામાં આવે છે.  ત્યારબાદ બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ બેસીને અનેક મુદ્દા પર ચર્ચા કરે છે. ભારતની અધ્યક્ષતામાં આ વર્ષે જી-20 સંમેલન દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજીત થવા જઈ રહ્યુ છે. 
 
કયા કયા દેશ છે જી-20ના સભ્ય 
G-20 સૌથી મોટી વૈશ્વિક સંસ્થા માનવામાં આવે છે. ભારત ઉપરાંત તેના સભ્ય દેશોમાં ફ્રાન્સ, ચીન, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુકે, તુર્કી, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, ઇટલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયન 20મા સભ્ય તરીકે સામેલ છે.  G-20 ની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ સંગઠન વૈશ્વિક વેપારમાં 80 ટકા હિસ્સો ધરાવે છે અને લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
 
કેવી રીતે બન્યુ આ સંગઠન 
અમેરિકા, કનાડા, જર્મની, ઈટલી, ફ્રાંસ, જાપાન અને બ્રિટન દેશોનુ એક G-7 હતુ. આ ગ્રુપનો વિસ્તાર G-20ને માનવામાં આવે છે. વર્ષ 1998માં આ ગ્રુપમાં રશિયા પણ જોડાય ગયુ અને 1999માં G-8 દેશોની બેઠક દરમિયાન એશિયાની આર્થિક પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં 20 મોટી અર્થવ્યવસ્થા વાળા દેશોની સાથે લાવવાની વાત કરવામાં આવી અને એ જ વર્ષે બર્લિનમાં એક બેઠકનુ આયોજન થયુ. જેમા જી-20ની વાત ઉઠી. 2007માં વિશ્વવ્યાપી આર્થિક અને નાણાકીય સંકટ પછી જી-20 ફોરમને રાષ્ટ્રપ્રમુખોના સ્તર પર બનાવી દેવામાં આવ્યુ. સમુહનુ પહેલુ શિખર સંમેલન 2008માં વોશિંગટન ડીસીમાં થયુ હતુ. ત્યારબાદ તેનુ મહત્વ સમજતા દર વર્ષે તેની બેઠકનુ આયોજન થવા લાગ્યુ. 
 
દર વર્ષે અલગ દેશ અધ્યક્ષતા કરે છે 
G-20 મીટિંગની અધ્યક્ષતા દર વર્ષે અલગ દેશ કરે છે. ગયા વર્ષે આ બેઠક ઈન્ડોનેશિયામાં યોજાઈ હતી. જે બાદ ઈન્ડોનેશિયાએ આ અધ્યક્ષપદ ભારતને સોંપ્યું હતું. આ વર્ષે ભારત આ જૂથની યજમાની કરી રહ્યું છે. જે બાદ તે બ્રાઝિલને આ જવાબદારી સોંપશે અને આવતા વર્ષે આ બેઠક બ્રાઝિલમાં યોજાશે.
 
શુ છે જી20નુ કામ 
 
G-20નો મૂળ એજન્ડા આર્થિક સહયોગ અને નાણાકીય સ્થિરતા છે, પરંતુ સમય જતાં વેપાર, જળવાયુ પરિવર્તન, ટકાઉ વિકાસ, આરોગ્ય, કૃષિ અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્ડા પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. તેની ચર્ચા બે સમાંતર રીતે કરવામાં આવી છે, પ્રથમ નાણાકીય અને બીજો શેરપા ટ્રેક. નાણાકીય ટ્રેકમાં, નાણા પ્રધાન વાટાઘાટોનું સંચાલન કરે છે અને શેરપા ટ્રેકમાં, શેરપા એટલે સરકાર દ્વારા શેરપા તરીકે નિયુક્ત કરાયેલ વ્યક્તિ. 
કારણ કે જી-20 દેશો વિશ્વના જીડીપીમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. સાથે જ વિશ્વના વેપારમાં તેમનો 75 ટકા હિસ્સો પણ છે, આવી સ્થિતિમાં તેમની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમનું કામ તમામ સભ્ય દેશો સાથે સંકલન અને વાટાઘાટો કરવાનું છે.
 
અનેક બીજા દેશો અને સંગઠનોને પણ આમંત્રણ આપવામાં આવે છે. 
જી-20ની બેઠકમાં તેના 20 સભ્ય દેશો ઉપરાંત પણ અન્ય દેશોને પણ આમંત્રણ આપવામાં આવે છે. ભારતે આ વર્ષે 9 દેશોને આમંત્રિત કર્યા છે. આ દેશ છે - બાંગ્લાદેશ, મિસ્ર, મોરિશસ, નીધરલેંડ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપુર, સ્પેન અને યુએઈ ઉપરાત યૂનાઈટેડ નેશંસ, ઈંટરનેશલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવા સંગઠન જી-20 મા નિયમિત રૂપે આમંત્રિત કરવામાં આવે છે.