ગણેશજીના પ્રિય ફૂલ :-

ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.

Ganesh Chaturthi Festival
Ganeshotsav 2020


ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.

પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम |એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.

“जय गणेश जय गणेश जय गणेश देवा
पान चढ़े फूल चढ़े, और चढ़े मेव
लड्डु का भोग लगे, संत करे सेव
जय गणेश जय गणेश जय गणेश देवा

રાષ્ટ્રીય એકતા અને ગણેશ ઉત્સવ

આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.

આપણા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે, ખાસ કરીને મુંબઇ, મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખુબ મહાત્મ્ય છે.મુંબઇમાં તો આ તહેવાર દરમ્યાન લગભગ દરેક શેરી અને મહોલ્લામાં નાની-મોટી અનેક ગણપતિજીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો તો પોતાના ઘરમાં પણ ગણપતિજીની મૂર્તિઓ પધરાવતા હોય છે, જેવી જેની શ્રદ્ધા તે પ્રમાણે મૂર્તિઓ પોતાના ઘરે રાખતા હોય છે અને અનંત ચૌદશ પહેલા દરીયામાં પધરાવી દે છે. અને હવે તો સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ‘ગણપતિ બાપા મોરયા’ ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે. મોરયા એટલે નમસ્કાર. આમ, ગણેશોત્સવ એ આપણા દેશની ભાવાત્મક એકતાનું પ્રતિક છે.
આવા સુખ કરતા, દુ:ખ હરતા, વિધ્ન વિનાયક ગણપતિ દેવને કોટિ કોટિ વંદન !!!

“गणपति गणेश को, कोटे जो क्लेश को,
मेरो प्रणाम है जी, मेरो प्रणाम है


આ પણ વાંચો :