અમિત શાહે કહ્યુ મોદીની લહેર સુનામીમાં બદલવા જઈ રહી છે

amit shah
નવી દિલ્હી| Last Modified શનિવાર, 19 એપ્રિલ 2014 (12:51 IST)


બીજેપી મહાસચિવ અમિત શાહે આજે એક પ્રેસ કોન્ફરેંસ કરીને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. શાહે કહ્યુ કે કોંગ્રેસની પાસે મુદ્દાની કમી છે. તેથી તેઓ વ્યક્તિગત હુમલા દ્વારા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. કોંગ્રેસે પોતાના 10 વર્ષના સમયગાળામાં કશુ કર્યુ નથી.

તેમણે વારાણસીથી કોંગ્રેસ ઉમેદવાર અજ્ય રાયને આડા હાથે લેતા કહ્યુ કે તેમના પર એકે 47 ખરીદવાનો આરોપ છે. જેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે આખા દેશમાં નરેન્દ્ર છે. આ હવા સુનામીમાં બદલવાની છે.
આ વખતે કોંગ્રેસને કોઈ બચાવી શકતુ નથી. યૂપીમાં અત્યાર સુધી થયેલ બે ચરણોમાં મતદાનમાં 21 સીટો પર વોટિંગ થઈ ચુક્યુ છે. જેમા બીજેપી 18 સીટ જીતે એવી શક્યતા છે.


આ પણ વાંચો :