આજે મોદી અને રાજનાથ સિંહની સીટોનુ એલાન થશે

P.R
આજે દિલ્હીમાં બીજેપીની ચૂંટણી સમિતિની બેઠક છે. આ બેઠકમાં યૂપીના ઉમેદવારોનુ એલાન થશે. બધાની નજર વારાણસી સીટ પર છે. શુ આ સીટ પરથી બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામનું એલાન થશે કે નહી. કે પછી મુરલી મનોહર જોશી જ આ સીટ પરથી ચૂંટણી લડશે. જો વારાણસીથી મોદીના નામનુ એલાન થાય છે તો મુરલી મનોહર જોશીને કાનપુરની સીટ આપવામાં આવશે.

આ જ રીતે લખનૌ સીટ પર સૌની નજર રહેશે. કારણ કે ત્યાંથી બીજેપી અધ્યક્ષ સિંહના લડવાની અટકલો લગાવવામાં આવી રહી છે. પણ વર્તમાન સાંસદ લાલજી ટંડને કહ્યુ હતુ કે આ સીટ ફક્ત હુ મોદી માટે છોડીશ. એવુ જાણવા મળી રહ્યુ છે કે એવુ પણ બની શકે કે આ બે સીટોનુ એલાન હોળી પછી થાય. બીજેપી માટે મોદીના સીટનુ એલાન ખૂબ જ જટિલ સમસ્યા બનતી જઈ રહી છે.

સુરક્ષિત સીટને લઈને ધમાસાન

નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહની સીટને લઈને બીજેપીમાં ચર્ચા ગરમ છે. પાર્ટી મોદીને બનારસથી લડાવવા માંગી રહી છે પણ મુરલી મનોહર જોશી આ માટે તૈયાર નથી. જેને લઈને જોશી પ્રેસ કોંફરેંસ કરી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ પોતાના સમર્થકોની વચ્ચે બનારસ પણ પહોંચ્યા અને વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો.

બીજી બાજુ રાજનાથની સીટને લઈને પણ વિવાદ છે. એવુ કહેવાય રહ્યુ છે કે રાજનાથ લખનૌથી ચૂંટણી લડવા માંગે છે પણ એ માટે તૈયાર નથી તેઓ માત્ર મોદી માટે જ સીટ છોડશે.

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શનિવાર, 15 માર્ચ 2014 (11:13 IST)
.
બીજેપીમાં મોટા નેતાઓની વચ્ચે પણ સુરક્ષિત સીટોને લઈને જે રીતે યુદ્ધ ચાલી રહ્યુ છે તેને જોતા પાર્ટી નેતૃત્વ પર જ પ્રશ્નાર્થક ચિહ્ન લાગી ગયુ છે. પ્રશ્ન એ છે કે જો પાર્ટી દાવો કરી રહી છે કે દેશમાં મોદીની લહીર છે તો પછી સુરક્ષિત સીટની શોધ કેમ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો :