આજે વારાણસીમાં મોદી વિરુદ્ધ કેજરીવાલ કરશે રોડ શો

kejriwal vs modi
નવી દિલ્હી| Last Modified શુક્રવાર, 9 મે 2014 (11:25 IST)


છેલ્લા ચરણના મતદાનમાં થવાનુ છે, પણ આખા દેશની નજર જે સીટ પર છે તે છે વારાણસી.
વારાણસીથી બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર અમોદીને પડકાર આપવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે મેદાનમાં છે. ગઈકાલે મોદીના રોડ શો ની નીંદા કરનારા આમ આદમી પાર્ટીએ આજે કેજરીવાલના સમર્થનમાં જવાબી રોડ શો ની તૈયારી કરી છે.
આ રોડ શોમાં કેજરીવાલનો સાથ આપવા માટે પાર્ટીના તમામ મોટા નેતા હાજર રહેશે.

આમ આદમી પાર્ટી સૂત્રો મુજબ રોડ શો માં ગુલ પનાગ, ભગવંત માન અને વિશાલ ડડલાની પણ ભાગ લેશે. આ રોડ શો માલવીય ગેટ, સિંહ દ્ગાર અને લંકાથી થઈને પસાર થશે.
રોડ શો લહુરાબીર ચારરસ્તા સુધી જશે. આજે કેજરીવાલનો રોડ શો છે તો આવતીકાલે બનાર એક પછી એક બે રોડ શો નું સાક્ષી બનશે. આવતીકાલે રાહુલ અને અખિલેશનો રોડ શો થશે.
રાહુલ ગાંધી કોંગેસ ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શો કરશે.
રાહુલના ગઢ અમેઠીમાં મોદીની રેલી બાદ બનારસમાં રાહુલનો રોડ શો તેનો જવાબ માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ યૂપીના મુખ્યમંત્રી સમાજવાદી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રોડ શો કરશે. બનારસમાં આવતીકાલે જ અખિલેશ યાદવનો રોડ શો છે.


આ પણ વાંચો :