આઝમ ખાન વિરુધ્ધ પોલીસ કેસ

azam khan
લખનૌ :| Last Modified શનિવાર, 12 એપ્રિલ 2014 (16:58 IST)

ચૂંટણી પંચનાં નિર્દેશ પર ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં જિલ્લા પ્રશાસને નોંધાવ્યો છે. કારગિલ યુધ્ધ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવા બાબતે ચૂંટણી પંચનાં આદેશ મુજબ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નોંધનીય છે કે ગઇ કાલે જ ચૂંટણી પંચે આઝમ ખાનને ચૂંટણી સભા અને રેલીઓ સંબોંધવા પર પ્રતિબંધ મુક્યા બાદ આજે ફરિયાદ નોંધવામાં આવી છે.

આઝમ ખાને 8 એપ્રિલે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર નાહિદ હસનનાં સમર્થનમાં રેલીને સંબોંધિત કરતા કહ્યુ હતુ કે કારગિલ યુદ્ધ મુસ્લિમ સૈનિકોને કારણે જીતવામાં આવ્યુ છે. આઝમનાં આ નિવેદનનો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો. અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી.આ પણ વાંચો :