આપ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારેલા ઉમેદવારોની યાદી

વેબ દુનિયા| Last Modified સોમવાર, 17 ફેબ્રુઆરી 2014 (14:56 IST)
P.R
પહેલા જ લિસ્ટમાં આમ આદમી પાર્ટીએ બીજેપીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી, કાયદા મંત્રી કપિલ સિબ્બલ, એસપીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અને કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી વિરુદ્ધ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આપની પ્રથમ લિસ્ટમાં ક્રિકેટરથી નેતા બનેલ અઝરુદ્દીન અને આરએલડી નેતા અજીત સિંહ વિરુદ્ધ પણ પોતાના ઉમેદવારોનુ નામ જાહેર કર્યુ છે.
એવુ કહેવાય છે કે રાહુલ ગાંધીની સીટ અમેઠીથી પ્રોફેસર કુમાર વિશ્વાસને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિશ્વાસ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી જ અમેઠીમાં પોતાનો ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

આ જ રીતે કાયદામંત્રી કપિલ સિબ્બલ વિરુદ્ધ પત્રકારમાંથી નેતા બનેલ આશુતોષ ચૂંટણી લડશે. તેમને દિલ્હીના ચાંદની ચોક સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ પરથી કપિલ સિબ્બલ વર્તમાનમાં સાંસદ છે.
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ વિરુદ્ધ મુકુલ ત્રિપાઠીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુકુલ ત્રિપાઠી પણ પત્રકાર છે અને તેમને યૂપી ફરૂખાબાદથી ટિકિટ આપવામાં આવી છે. જ્યાથી ખુર્શીદ સાંસદ છે.

મુલાયમ વિરુદ્ધ મૈનપુરીથી બાબા હરદેવ ચૂંટ્ણી લડશે. બાબા હરદેવ યૂપીના ઈમાનદાર પીસીએસ અધિકારી રહી ચુક્યા છે.
અંજલિ દમાનિયા વિરુદ્ધ નિતિન ગડકરી - બીજેપીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી વિરુદ્ધ અંજલિ દમાનિયાને મેદાનમાં ઉતારવામાં આવી છે. દમાનિયા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરતી રહી છે. એવુ કહેવાય છે કે નિતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. પણ બીજેપી તરફથી તેમના નામનુ એલાન થયુ નથી.

બાગપત સીટ પરથી આમ આદમી પાર્ટીએ સોમેન્દ્ર ઢાકાને ઉમેદવાર બનાવ્યા છે. આ સીટ પરથી આરએલડીના નેતા અજીત સિંહ સાંસદ છે. મતલબ બાગપતમાં અજીત સિંહ અને ઢાકા સામ સામે હશે. સોમેન્દ્ર ઢાકા બાગપતમાં ખેડૂતોના નેતા છે.
ક્રિકેટરમાંથી કોંગ્રેસ નેતા બનેલ અઝહરુદ્દીન વિરુદ્ધ ખાલિફ પરવેજ ચૂંટણી લડશે. શિક્ષણ ક્ષેત્રે પરવેઝનો મહત્વપૂર્ણ ફાળો છે.

કેંન્દ્રીય મંત્રી મનીષ તિવારી વિરુદ્ધ લુઘિયાનાથી એચએસ ફુલ્કા ચૂંટણી લડશે. ફુલ્કા જાણીતા વકીલ છે અને 1984ના સિખ વિરોધી રમખાણ પીડિતોની લડાઈ લડી રહી છે.
આમ આદમી પાર્ટીના મોટા નેતા યોગેન્દ્ર યાદવ ગુડગાવથી ચૂંટણી લડશે.

જાણીતી સમાજસેવી મેઘા પાટકર પણ આપના ટિકિટ પરથી ચૂંટ્ણી લડવાનો નિર્ણય બનાવી ચુકી છે. પાટરક મુંબઈ નોર્થ વેસ્ટ પરથી ચૂંટણી લડશે.

વેસ્ટ દિલ્હીથી કોંગ્રેસના નેતા મહાબલ મિશ્રાની સામે જરનૈલ સિંહ ચૂંટણી લડશે. જરનૈલ સિંહ 1984ના સિખ વિરોધી રમખાણ પીડિતોને લડાઈ લડી રહ્યા છે.
યૂપીના લાલગંજ સીટ પરથી બલીરામની સામે ડો. જિયાલાલ ચૂંટણી લડશે. જિયાલાલ સાઈંટિસ્ટ છે.

મહારાષ્ટ્રની અંદર આરટીઆઈ અને અન્ય આંદોલનોની આગેવાની કરી રહેલ મયંક ગાંધી મુંબઈ નોર્થ વેસ્ટ પરથી ચૂંટણી લડશે.

બેંકમાં સીઈઓના પદ પર રહેલ મીરા સાન્યાલ મુંબઈ સાઉથ પરથી ચૂંટણી લડશે.
મધ્યપ્રદેશના ખંડવા પરથી આલોક અગ્રવાલ મેદાનમાં હશે. આલોક નર્મદા આંદોલનના નેતા રહી ચુક્યા છે.

સહારનપુરમાં જગદીશ રાણા વિરુદ્ધ યોગેન્દ્ર દહયા ચૂંટ્ણી લડશે. દહયા ખેડૂતોના નેતાના રૂપમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

સુરેશ કલમાડી સામે પુણેથી સામાજીક કાર્યકર્તા સેવક દળના રાષ્ટ્રીય સંયોજક સુભાષ મરે મેદાનમાં હશે.


આ પણ વાંચો :