આમ આદમી પાર્ટીને 36 કલાકમાં 1 કરોડનું દાન

aap
નવી દિલ્હી| Last Modified ગુરુવાર, 17 એપ્રિલ 2014 (15:19 IST)

આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે દાન માટેની અપિલ કર્યાનાં 36 કલાકમાં પાર્ટીને 1 કરોડ રૂપિયાનું દાન મળ્યુ છે.
વારાણસી પહોંચ્યા બાદ મંગળવારે કેજરીવાલે એક ટ્વીટ કર્યુ. જેમાં કેજરીવાલે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં 2 મોટા નેતાઓ સામેની લડાઇમાં સહયોગ કરે. અને દાન આપે.

કેજરીવાલનાં ટ્વીટ બાદનાં 24 કલાકમાંજ આમ આદમી પાર્ટીને 24 કલાકમાં 80 લાખ રૂપિયાનું દાન મળ્યુ. એટલુ જ નહીં ત્યારબાદનાં 12 કલાકમાં પાર્ટીને વધુ 22 લાખ રૂપિયા દાન સ્વરૂપે મળ્યા. આપ પાર્ટીની વેબસાઇટ મુજબ 11 થી 17 એપ્રિલ દરમિયાન 443 દાનદાતાઓએ પાર્ટીને 22 લાખ 68 હજાર 622 રૂપિયાનું દાન આપ્યુ. જેનાથી પાર્ટીનું કુલ ફંડ 27 કરોડ 92 લાખ 796 રૂપિયા થયુ. પાર્ટીને 114 દેશ, 38 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ, 620 જિલ્લામાંથી 92 હજાર 970 દાનદાતાઓએ 12 ડિસેમ્બર બાદ આ દાન આપ્યુ છે.
આમ આદમી પાર્ટીને સૌથી વધુ ફંડ દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણામાંથી મળી રહ્યુ છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી 4.70 કરોડનું દાન મળ્યુ છે.આ પણ વાંચો :