કેજરીવાલે PM બનવાના ચક્કરમાં દિલ્હીનાં CM પદેથી રાજીનામું આપ્યુ-અણ્ણા

kejriwal
નવી દિલ્હી :| Last Modified શનિવાર, 12 એપ્રિલ 2014 (17:30 IST)
kejriwal

અણ્ણા હજારેએ આમ આદમી પાર્ટીનાં સંયોજક પર ટિપ્પણી કરતા કહ્યુ કે કેજરીવાલે બનવાના ચક્કરમાં દિલ્હીનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ.

અંગ્રેજી વેબસાઇટ ફસ્ટૅપોસ્ટને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં અણ્ણા હજારેએ કહ્યુ કે જ્યારે કેજરીવાલે રાજીનામું આપ્યુ ત્યારે મે તે નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. પણ કેજરીવાલને લાગતુ હતુ કે તે પ્રધાનમંત્રી બની શકે છે. વધુમાં અણ્ણાએ કહ્યુ કે કેજરીવાલનાં રાજીનામું કારણ એ પણ છે કે કેજરીવાલનાં મનમાં વડાપ્રધાન બનવાની વાત હતી અને એટલે જ તેમણે સમગ્ર દેશમાં ઉમેદવાર ઉભા રાખ્યા.

અણ્ણાએ કહ્યુ કે મેં પહેલા જ કેજરીવાલને સલાહ આપી હતી કે જ્યા સુધી તેઓ દિલ્હીને આદર્શ રાજ્ય ન બનાવી લે ત્યા સુધી તેમણે રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રહેવુ જોઇએ.

નોંધનીય છે કે તાજેતરમાં જ કેજરીવાલે સ્વીકાર કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ એ ખોટો નિર્ણય હતો. અને રાજીનામું આપવનો સમય ખોટો હતો.આ પણ વાંચો :