કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યુ

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 14 માર્ચ 2014 (11:59 IST)

P.R
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે જાહેર કર્યુ છે. જેમાં અપેક્ષા મુજબ રાજ બબ્બરને ગાઝિયાબાદથી ટિકીટ આપવામા આવી છે.

જ્યારે એક્ટ્રેસ નગમાને મેરઠથી ચૂંટણીમાં ઉતારીને કોંગ્રેસે સૌને ચોકાવ્યા છે. યૂથ કોંગ્રેસનાં પ્રમુખ રાજીવ સાટવને પણ ટિકીટ મળવામાં સફળતા મળી છે. જે મહારાષ્ટ્રનાં હિંગોલીમાંથી ચૂંટણી લડશે. પવનકુમાર બંસલને ચંદીગઢમાંથી ટિકીટ મળી છે. યૂથ કોંગ્રેસનાં 9 કાર્યકરોને ટિકીટ મળી છે.

રીતા બહુગુણા જોશીને લખનૌમાંથી ટિકીટ મળી છે. કોંગ્રસનાં બીજા લિસ્ટમાં 11 મહિલાઓ છે. જ્યારે 35 ટકા ઉમેદવારો 50 વર્ષથી ઓછી વયનાં છે.


આ પણ વાંચો :