ગુજરાતમાં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૮૧૪૩ મતદારો

election
Last Modified શુક્રવાર, 18 એપ્રિલ 2014 (11:30 IST)


ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ૪,૦૫,૭૮,૫૭૭ છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા ૨,૧૨,૧૦,૨૯૧ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૯૩,૬૮,૦૦૧ છે તથા અન્ય મતદારોની સંખ્યા ૨૮૫ છે. ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૮૧૪૩ મતદારો છે. જે પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૨૩૯ મતદારો છે. જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં પાંચ મતદારો છે. ૧૦૦થી વધુ વયજૂથ ધરાવતાં મતદારો અંગે જિલ્લાવાર વિગતો જોઈએ તો કચ્છમાં ૨૭૫, બનાસકાંઠામાં ૨૨૯, પાટણ ૧૦૧, મહેસાણા ૨૦૦, સાબરકાંઠા ૧૪૫, અરવલ્લી ૧૨૯, ગાંધીનગર ૧૪૭, અમદાવાદ ૮૨૦, સુરેન્દ્રનગર ૨૮૦, મોરબી ૧૬૩, રાજકોટ ૪૨૪, જામનગર ૨૨૨, દેવભૂમિ દ્વારકા ૧૧૯, પોરબંદર ૧૦૨, જૂનાગઢ ૨૪૩, ગીર સોમનાથ ૨૧૯, અમરેલી ૩૭૪, ભાવનગર ૬૬૨, બોટાદ ૧૮૪, આણંદ ૨૫૧, ખેડા ૨૦૦, મહિસાગર ૧૨૨, પંચમહાલ ૨૧૩, દાહોદ ૧૯૩, વડોદરા ૩૨૭, છોટાઉદેપુર ૧૧૩, નર્મદા ૫૪, ભરૂચ ૧૩૧, સુરત ૧૨૩૯, તાપી ૧૬, ડાંગ ૫, નવસારી ૯૫, વલસાડમાં ૧૪૬ મતદારોનો સમાવેશ થાય છે.

વયજૂથ પ્રમાણે મતદારોની સંખ્યા પર નજર નાખીએ તો ૧૮થી ૧૯ વર્ષની વયજૂથ વચ્ચેનાં ૧૧,૬૭,૯૯૪, મતદારો છે. ૨૦થી ૨૯ વર્ષ વચ્ચેનાં ૧,૦૩,૧૬,૨૫૩ મતદારો, ૩૦થી ૩૯ વર્ષ વચ્ચેનાં ૧,૦૨,૦૧,૯૮૪ મતદારો, ૪૦થી ૪૯ વર્ષ વચ્ચેનાં ૭૯,૩૮,૧૫૨ મતદારો, ૫૦થી ૫૯ વર્ષ વચ્ચેનાં ૫૬,૧૬,૬૦૯ મતદારો, ૬૦થી ૬૯ વર્ષ વચ્ચેનાં ૩૨,૨૪,૩૮૭ મતદારો, ૭૦થી ૭૯ વર્ષ વચ્ચેનાં ૧૬,૦૬,૧૫૩ મતદારો અને ૮૦થી વધુ વય ધરાવતા રાજ્યમાં ૫,૦૭,૦૪૫ મતદારો છે.

કચ્છમાં ૧૮થી ૧૯ વચ્ચેની વયજૂથનાં ૩૭,૨૭૪ મતદારો છે. આ ઉપરાંત, બનાસકાંઠામાં ૬૩,૭૦૪, પાટણ ૩૦, ૯૪૫, મહેસાણામાં ૪૬,૪૮૨, સાબરકાંઠા ૩૦,૩૯૦, અરવલ્લી ૨૩,૬૯૯, ગાંધીનગર ૩૦,૬૧૦, અમદાવાદ ૧,૨૮,૪૬૦, સુરેન્દ્રનગર ૩૫,૬૫૮, મોરબી ૨૧,૦૯૧, રાજકોટ ૫૧,૧૨૨, જામનગર ૨૪,૯૫૮, દેવભૂમિ દ્વારકા ૧૩,૧૧૫, પોરબંદર ૧૦,૯૫૬, જૂનાગઢ ૩૦,૯૪૬, ગીર સોમનાથ ૩૦,૦૪૪, અમરેલી ૩૨,૦૯૪, ભાવનગર ૪૬,૧૦૨, બોટાદ ૧૩,૬૭૯, આણંદ ૩૮,૨૨૦, ખેડા ૩૫,૫૫૭, મહિસાગર ૨૨,૭૬૦, પંચમાલ ૩૨,૮૪૨, દાહોદ ૩૯૧૫૫, વડોદરા ૫૮,૧૦૯, છોટાઉદેપુર ૧૮,૧૨૩, નર્મદા ૧૪,૬૦૫, ભરૂચ ૨૯,૯૦૧, સુરત ૧,૦૦,૮૭૬, તાપી ૧૪,૩૫૫, ડાંગ ૬,૬૯૨, નવસારી ૨૮,૪૨૧, વલસાડ ૨૭,૦૪૯નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :