નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સોશિયલ મીડિયા

વેબ દુનિયા|
P.R
સોશિયલ મીડિયામાં બધાજ પક્ષના નેતાઓમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌથી આગળ છે. નરેન્દ્ર મોદી વર્ષ-૨૦૦૯થી ફેસબુક સાથે જોડાયા છે. ફેસબુક પર નરેન્દ્ર મોદીના ઓફિશિયલ પેજને ૧,૧૨,૭૬,૯૩૬ થી વધારે લોકોએ લાઈક કર્યું છે જ્યારે ૯,૭૯,૯૪૭ લોકોએ તેમના વિશે ચર્ચા કરી રહ્યાં છે. તેઓ ફેસબુક પર પોતાના વિચારો રજૂ કરે છે. ન.મો નિયમિતપણે ટ્વીટર પર ટ્વીટ કરતાં રહે છે, અત્યાર સુધીમાં તેઓએ ૪૧૯૮ વખત ટ્વિટ કર્યું છે જે તેમની સક્રિયતા દર્શાવે છે. નરેન્દ્ર મોદી ગૂગલની ચર્ચાસ્પદ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ગૂગલ પ્લસ પર પણ છે જ્યાં તેમને 5,01,864 લોકોએ પોતાના સર્કલમાં સામેલ કર્યા છે. વિડીયો શેરિંગ વેબસાઇટ યૂટ્યૂબ પર પોતાની એક ચેનલ છે જેને 36,177 લોકોએ સબસ્ક્રાઇબ કરી છે. અરવિંદ કેજરીવાલ ટ્વીટર પર પોતાના વિચારો રજુ કરે છે અને વિરોધીઓને ટ્વીટર પર પ્રશ્ર્નો પણ પૂછે છે. તેમણે અત્યાર સુધીમાં ૨,૬૭૩ વખત ટ્વિટ કર્યું છે. અરવિંદ કેજરીવાલના ઓફિશિયલ પેજને ૪૬,૪૯,૦૩૦ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે ૩,૦૧,૩૨૩ લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર એટલા બધા સક્રિય નથી. તેઓનું ફેસબુક પેજ ૧,૮૯,૨૨૨ લોકોએ લાઈક કર્યું છે અને ૨૯૩ લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે વડાપ્રધાન પદની ખુરશી સુધી પહોંચવા સોશિયલ મીડિયા કેટલું મદદરૂપ થાય છે.

ગ્રામીણ યુવાનો અને સોશિયલ મીડિયા

શહેરી યુવા મતદારોએ ફેસબુક, ટ્વિટર, વોટ્સ-એપ અને મોબાઈલ પર વધારે સમય વ્યસ્ત રહે છે, જેની સરખામણીમાં ગ્રામીણ યુવાઓમાં સોશિયલ મીડિયાનું પ્રમાણ ખુબજ ઓછા પ્રમાણમાં છે. તેથી દરેક રાજકીય પક્ષોએ તેમના સુધી પહોંચવા માટે બીજા રસ્તાઓ શોધવા પડશે તેમજ ગ્રામીણ યુવાઓની અપેક્ષાઓને સમજવી પડશે. ગ્રામીણ યુવા મતદારોને રોજગારીમાં વધારે રસ છે.
યુવાનોમાં જાગૃતતાના પ્રમાણમાં વધારો

દેશમાં શિક્ષણના પ્રમાણમાં વધારો થતાં ભ્રષ્ટ્રાચાર વિરોધી આંદોલનોની બાબતમાં જાગૃતતાના પ્રમાણમાં વધારો થયો છે. અન્ના હજારેના ભ્રષ્ટ્રાચારના વિરોધી આંદોલનમાં યુવાનોનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભ્રષ્ટ્રાચારના વિરોધમાં પોતાનો આવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને દિલ્હીમાં બનેલ બળાત્કારની ઘટના બાદ યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો, દેશના દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકત્તા, અમદાવાદ, પટના, લખનઉ અને પૂના જેવા શહેરોમાં યુવક-યુવતીઓ દ્વારા સરઘસ કાઢી અને ધરણાં પદર્શન કરતાં જોવા મળ્યા હતાં. આના પરથી તારવી શકાય છે કે યુવાનો પણ દેશના પ્રશ્ર્નોમાં રસ દાખવી રહ્યા છે. તેમજ ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદોરોએ મતદાન કરી અગાઉ નોંધાયેલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.રાજકીય યુવા બ્રિગેડ

ભારતીય રાજકારણના ઈતિહાસ પર નજર નાખીએ તો તેમાં વંશવાદએ એક મહત્વનો મુદ્દો છે. વર્તમાન સમયમાં આપણે રાજકારણમાં યુવાબ્રિગેડની વાત કરીએ તો રાહુલ ગાંધી (૪૩), સચિન પાયલલોટ (૩૭), મિલિંદ દેવરા (૩૭), જ્યોતિરાદિત્ય (૪૧), વરૂણ ગાંધી (૩૩), અખિલેશ યાદવ (૩૯), અગાથા સંગમા (૩૩), આદિત્ય ઠાકરે (૨૩), અનુરાગ ઠાકુર (૩૯)જેવા અનેક લોકોને રાજનીતિ વારસામાં મળી છે. તેઓએ અત્યાર સુધી રાજકારણમાં આવીને કંઈ ખાસ ઉકાળ્યું નથી. આ બધા જ વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેઓએ ક્યારેય ભારતના યુવાઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે ચિંતા કરી નથી. તેઓ હવે યુવા મતદારોના મત લેવા માટે ખેંચતાણ કરી રહ્યા છે.
યુવા મતદાતાઓનું વિશ્ર્લેષણ

ચૂંટણી પંચે રજૂ કરેલા નવા આંકડા મુજબ ૧૮ થી ૧૯ ની વય ધરાવતા યુવા મતદારોની સંખ્યા ૨ કરોડ ૩૦ લાખ જેટલી છે. જે કુલ મતદારોનું પ્રમાણ ૨.૮૮ ટકા છે. જેઓનું પ્રમાણ વર્ષ ૨૦૦૯માં માત્ર ૦.૭૫ ટકા હતું. યુવા મતદારોનું પ્રમાણ દેશમાં સૌથી વધારે છે અને તેઓ ૩૫૦ બેઠકો પર નિર્ણાયક મતદાન કરીને પરિણામ ફેરવી શકે એમ છે. આ ચૂંટણીમાં દરેક બેઠકોમાં સરેરાશ ૧.૭૯ લાખ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં ૪૨,૦૦૦ તો ૧૮-૧૯ની વય જુથવાળા છે. આ આંકડો ખુબ જ મહત્વનો છે કારણકે ૨૦૦૯ ની ચૂંટણીમાં ૨૨૬ લોકસભા બેઠકોમાં હાર-જીતનું અંતર આ આંકડાથી પણ ઓછું હતું.
પ્રત્યેક મતવિસ્તારમાં ૧૮-૨૨ વર્ષની વયના લગભગ ૯૦,૦૦૦ યુવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વધુમાં રાજસ્થાન (૨૫), મધ્યપ્રદેશ (૨૯), છત્તીસગઢ (૧૧), પશ્ચિમ બંગાળ (૪ર), ઉત્તર પ્રદેશ (૮૦) જેવા રાજ્યોમાં યુવા મતદારોની સંખ્યા સરેરાશ મતદારો કરતાં પણ વધારે છે. ૧૮-૨૩ વર્ષના વયજૂથના મતદારોની અંદાજીત સંખ્યા ૪.૮૭ કરોડ પર પહોંચે છે. જો આ ગણતરીમાં આજની તારીખે જેમની ઉંમર ૨૩ વર્ષ છે તેઓ ૨૦૦૯ ની ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક નહોતા તેઓ પણ સૌપ્રથમ વાર મતદાન કરશે. દેશનું યંગિસ્તાન લોકસભાની ચૂંટણીની દશા-દિશા બદલી નાખશે. હવે જોવાનું એ છે કે આ યુવાઓ કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે અને દેશના વડાપ્રધાનનો તાજ કોના શિરે પહેરાવે છે.


આ પણ વાંચો :