મતદારોને પ્રથમ વખત નોટાનો વિકલ્‍પ મળશે

નવી દિલ્‍હી | વેબ દુનિયા| Last Modified બુધવાર, 5 માર્ચ 2014 (17:01 IST)

P.R
તા.૫: લોકસભાની ચૂંટણી માટે આ વખતે સૌથી મોટી કવાયતના ભાગરૂપે ધણા નવા પ્રયોગ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત નોટા વિકલ્‍પનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારના દિવસે મતદાર યાદીમાં નામ જોડવા માટે કેમ્‍પ લગાવવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ૧૨ ટકા વધારે કેમ્‍પ ઉભા કરવામાં આવ્‍યા છે. નવમી માર્ચના દિવસે મતદારોને વધુ એક તક આપવામાં આવશે. જે મતદારોના નામ યાદીમાં નથી તે લોકો પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે. મતદાર યાદી માટે નવ લાખ કેમ્‍પ બનાવવામાં આવશે.


આ પણ વાંચો :