મરતા ક્યા નહી કરતા !! લાલુએ ચૂંટણીમાં જીત માટે છઠ પૂજા માટેનું તળાવ પુરી નાખ્યુ

વાસ્તુશાસ્ત્ર મુજબ આ યોગ્ય નહોતુ

પટણા :| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 13 માર્ચ 2014 (18:40 IST)

P.R
બિહારની રાજનીતિથી કેન્દ્રની રાજનીતિના શિખર સુધી પહોંચેલા લાલુ પ્રસાદ યાદવે ફરીથી પોતાના સુવર્ણકાળ પરત મેળવવા વલખાં મારી રહ્યાં હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં તેનો જીવતો દાખલો મળ્યો છે. લાલુ પ્રસાદ આ વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં લાલટેન પૂરી રીતે પ્રજવલિત થાયે તેની મથામણ કરી રહ્યાં છે. તે માટે કોઈ કસર છોડવા માંગતા નથી તેમ જણાઈ રહ્યું છે.

બિહારમાં 15 વર્ષો સુધી રાજ કરનારા લાલુના ભાગ્યમાં વર્તમાન સમય અનિશ્ચિત છે. લોકસભા ચૂંટણીમાં ઈચ્છીત પરિણામ મેળવવા માટે તેમણે રાબડી દેવીના તળાવને ભરી દેવામાં કોઈ સંકોચ ન થયો.

મળતી માહિતી મુજબ, પટના સ્થિત રાબડી દેવીના મકાનમાં વર્ષો અગાઉ એક તળાવ બનાવામાં આવ્યું હતું. જેમાં રાબડી દેવી તેમના પરિવાર સહતિ છઠ્ઠ પૂજા દર વર્ષે આ તળાવ પાસે કરતા હતા. આ તળાવ બંગલાની અદર જ હતું . ગત વર્ષે છઠ્ઠ પૂજા વખતે લાલુ પ્રસાદ ગેરહાજર રહ્યાં હતા કારણે કે તેઓ ઘાસચારા ગોટાળા મામલે રાંચી જેલમાં હતા. જોકે તેઓ જેલથી બહાર તો નીકળ્યાં બાદ પણ લાલુ માટે રાજનીતિ કઠણ સાબિત થઈ છે. લાલુની પાર્ટીના અનેક નેતાઓ ભાજપ તરફ વળી ગયા છે. જેમાં રામ વિલાસ પાસવાન અને રામકૃપાલ યાદવે લાલુ પ્રસાદને સૌથી વધારે ઝટકો આપ્યો છે.
જોકે હવે લાલુ પ્રસાદ ઈચ્છી રહ્યાં નથી કે કોઈ ખરાબ સમાચાર આવે અને કદાચ તે કારણોસર તેઓ રાબડી દેવીના આવાસમાં બનાવેલ તળાવને પૂરી દીધું છે. મળતી માહિતી મુજબ, આ તળવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખોટી રીતે બન્યું હતું. જેના કારણે લાલુના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી કહે છે કે તેમને વાસ્તુશાસ્ત્ર પર વિશ્વાસ નથી. જોકે લાલુના પુત્ર તેજસ્વી યાદવ સ્વીકારે છેકે વાસ્તુશાસ્ત્રને કારણે જ તળાવને માટીથી ભરવામાં આવ્યું છે.
જોકે તેમના મતે સત્વરે નવું તળાવ બીજી તરફ બનાવામાં આવશે. ઉલ્લેખનીય છેકે વર્ષ 2006માં પટણા ખાતે રાબડી દેવીના આવાસમાં આ તળાવ બનાવામાં આવ્યું હતું.


આ પણ વાંચો :