માત્ર 100 બેઠકો મળે તેમા કોઈ દમ નથી - રાહુલનુ કાર્યકર્તાઓને સંબોધન

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified શનિવાર, 15 માર્ચ 2014 (13:21 IST)

P.R
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુગલ હેંગઆઉટના માધ્યમથી લોકો સાથે સંપર્ક કરી ચૂક્યાં છે.આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનીય નેતાઓ સાથે ગુગલ હેંગઆઉટ કર્યું છે.

જેમાં તેમણે કહ્યું કે વિપક્ષથી ડરવાની જરૂર નથી. વિરોધીઓને લાગી રહ્યું છેકે ગત ચૂંટણી તેઓ આરટીઆઈને કારણે હારી ગયા હતા. આ વખતે તેઓ રાઈટ ટૂ ફૂડથી ડરી ગઈ છે.

આપણે સૌથી મજબૂત પ્રોગામ દેશમાં લોન્ચ કર્યો છે. માત્ર 100 બેઠક આપણને મળે તે વાતમાં કોઈ દમ નથી. જો આપણે કરેલા કામ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહીએ તો 200થી વધારે બેઠકો મળી શકે છે.
રાહુલ ગાંધીએ આ દરમ્યાન કહ્યું કે આપણે પ્રચાર આક્રામક રીતે કરવાની જરૂરિયાત છે. ખાસ કરીને યુવા કાર્યકર્તાઓને આક્રામક થવું જોઈએ. આપણે આરટીઆઈ, રાઈટ ટૂ ફૂડ, નરેગા જેવી યોજનાઓ સંર્દભે વાત કરવી જોઈએ.


આ પણ વાંચો :