મોદીની લહેર નથી, મીડિયાની ઉપજ છે - મનમોહન સિંહ

manmohan singh
અસમ :| Last Modified ગુરુવાર, 24 એપ્રિલ 2014 (15:03 IST)

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે કહ્યુ કે દેશમાં મોદીની લહેર નથી, અને જે મોદી લહેર બતાવાઇ રહી છે, તે મીડિયાની ઉપજ છે. દિસપુર સરકારી વિદ્યાલયમાં પત્ની ગુરશરણ કૌર સાથે મતદાન કર્યા બાદ મનમોહન સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે મારુ માનવુ છે કે મોદીની કોઇ લહેર નથી.

ડૉ.સિંહે કહ્યુ કે આ મીડિયાની ઉપજ છે, દેશમાં મોદીની કોઇ લહેર નથી. એક પ્રશ્નનાં ઉત્તરમાં તેમણે કહ્યુ કે મારુ માનવુ છે કે કોંગ્રેસ આધાર મજબૂત છે. 16 મે સુધી પરિણામની રાહ જુઓ. અમે બહુમતિથી જીતીશું. સાથે જ ડૉ.સિંહે નાગરિકોને મતદાન કરવાની અપિલ કરી. નોંધનીય છે ડૉ.સિંહ 1991થી રાજ્યસભામાં અસમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આ પણ વાંચો :