મોદીને નિશાન બનાવવા કોંગ્રેસે અટલ બિહારી વાજપેયીનો સહારો લીધો

atal bihari vajpeyee
Last Modified શુક્રવાર, 11 એપ્રિલ 2014 (12:38 IST)


ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાને માટે કોંગ્રેસે દેશના પૂર્વ પીએમ અટલ બિહાર વાજપેયીનો સહારો લીધો છે. 2002ના રમખાણ પછી મોદી અને વાજપેયી દ્વારા કરવામાં આવેલી રાજધર્મ વાળા બોધપાઠનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે મોદીની વિરૂદ્ધ એક આર્ટિકલ પોતાની વેબસાઈટ પર નાખ્યો છે.
આ લેખનું શીર્ષક છે નો બડી ટૂ રિમાન્ડ બીજેપી ઓફ ઈટ્સ રાજધર્મ. આ લેખમાં વાજપેયીની તસવીરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે શ્રી મોદીએ રાજધર્મનું પાલન નથી કર્યું. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી જે વ્યક્તિને મુખ્યમંત્રી પદને માટે યોગ્ય નહોતા સમજતા. શું તમે દેશ નું ભવિષ્ય તે વ્યક્તિના હાથમાં આપી શકો છો ?

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં કોઈ પણ નેતા અટલ બિહારી વાજપેયીના કદનું ના હોઈ શકે. પાર્ટીએ આ સંસ્થાપક અધ્યક્ષે 6 વર્ષ સુધી દેશની લગામ સંભાળી. 2004માં કોંગ્રેસના હાથે મળેલી હાર પછીથી વાજપેયીએ પોતે માન્યું હતું કે મોદીના કાર્યકાળમાં રમખાણના કારણે તેમની હાર થઈ. તેઓ મોદીની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ઈચ્છા રાખતા હતા. આની ખાતરી એનડીએ સરકારના મંત્રી રહેલા જસવંત સિંહે પણ કરી હતી. વાજપેયીએ તો મોદીની વિરૂદ્ધ કાર્યવાહી ના કરવાના કારણે રાજીનામું આપવાની ધમકી પણ આપી દીધી હતી.
લેખમાં આગળ લખ્યું છે, વાજપેયીની પીડાના કારણથી કે મોદીનું રાજધર્મનું પાલન ના કરવું તેમને મુખ્યમંત્રીના રૂપે પોતાનું કર્તવ્ય નહોતું નિભાવ્યું. વાજપેયીએ મોદીનું રાજધર્મનું પાલન કરવાનો બોધ પાઠ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે લોકોની જાતિ, ધર્મ અને રંગના આધાર પર ના વહેંચે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી રમખાણ રોકવા માટે તો નિષ્ફળ રહ્યા અને સાથે જ ગુજરાતીઓની સાથે ભેદભાવ પણ કર્યો.
આ આર્ટિકલના અંતમાં લખ્યું છે કે આટલું બધું જાણ્યા છતાંય સવાલ ઉઠે છે કે ભાજપના સૌથી મોટા નેતા હવે તે વ્યક્તિને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની ઈચ્છા રાખતા હતા તો તેઓ પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કેવી રીતે થઈ શકે છે. ?આ પણ વાંચો :