મોદી 24 એપ્રિલે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે

bjp
લખનૌ :| Last Modified શનિવાર, 19 એપ્રિલ 2014 (15:24 IST)

વારાણસીથી કોંગ્રેસ ઉમેદવા અજય રાયના રાઈફલ મુદ્દા પર શાહે કહ્યું કે રાય એકે – 47 રાઇફલની ટ્રેડિંગમાં સામેલ છે. શાહે કહ્યું કે રાજકીય ચોકસાઈથી વાત કરનારી કોંગ્રેસે શું વારાણસીથી કોઈ એક પણ સારો ઉમેદવાર ના મળ્યો કે તેમણે અજય રાયને મેદાનમાં લાવવા પડ્યા. શાહે માંગ કરી છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.
આજે શનિવાર સવારે લખનૌમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે યૂપીમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા અને બીજા તબક્કામાં ભાજપને સારું જનસમર્થન મળ્યું છે. બન્ને તબક્કામાં ભાજપ 21માંથી 18 સીટો જીતી રહી છે. શાહે કહ્યું કે ગત 10 વર્ષથી દેશ છેતરપીંડિનો અનુભવ કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર, મોંધવારી, આંતરિક સુરક્ષા, મહિલાઓની સુરક્ષા પર જવાબ આપવા સિવાય કોંગ્રેસના શીર્ષક હેઠળ નેતા ખાનગી આરોપ પર ધ્યાન આપી રહ્યું છે.
અમિત શાહે પત્રકારોને આ જાણકારી પણ આપી છે કે ભાજપના પીએમ નરેન્દ્ર મોદી આગામી 24મી એપ્રિલે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરશે. શાહે કહ્યું કે 24મી એપ્રિલે મોદીના ઉમેદવારી પત્ર દાખલ કરતાની સાથે જ મોદીના લહેરની સુનામીમાં બદલાઈ જશે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ મૂક્યો છે તેનો જવાબ આપતા શાહે કહ્યું કે તેમના આરોપ સાવ ખોટા અને નિરાધાર છે. ભાજપ તેમના બધા જ આરોપને ફગાવે છે.


આ પણ વાંચો :