રાજનીતિની આઈટમ ગર્લ છે 'આપ' પાર્ટી - ચેતન ભગત

P.R

ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ દ્વારા બે દિવસની ધરણાની નીંદા કરતા કહ્યુ કે તેમના આ પ્રકારના પગલાથી તેઓ 'શરમ' અનુભવી રહ્યા છે.

ભગતે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે 'આપ'એ સાચે જ મને શરમાવ્યો છે. તેમની હરકતોથી હુ શરમ અનુભવી રહ્યો છુ. જો નફા નુકસાનના હિસાબથી વિષ્લેષણ કરીએ તો કશુ જ નીકળ્યુ. લેખકે ઉલ્લેખ કર્યો કે આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ બે પોલીસ અધિકારી રજા પર મોકલી દેવામાં આવ્યા પણ પાર્ટીને કારણે રાજધાની થંભી ગઈ, પોલીસદળ હતોત્સાહિત અને વેપારી ભાવનાઓ નબળી પડી.

વેબ દુનિયા| Last Modified બુધવાર, 22 જાન્યુઆરી 2014 (17:03 IST)
જાણીતા લેખક ચેતન ભગતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ધરણા માટે બેસેલા રાજનીતિક દળ પર નિશાન સાધતા તેમને 'રાજનીતિની એક કહી છે.
તેમણે કહ્યુ કે 'આપ પાર્ટી લોકસભામાં ચમકવા માટે ઉતાવળ કરી રહ્યુ છે અને તેથી સતત મહત્વ મળે એવુ ઈચ્છે છે, જેવી રીતે બોલીવુડમા કોઈ અભિનેત્રીને મહત્વ ન મળે તો તે આઈટમ ગર્લ બની જાય છે. તે રીતે આપ પાર્ટી રાજનીતિની આઈટમ ગર્લ બની ગઈ છે અને આઈટમ ગર્લનું ભવિષ્ય અનિશ્ચિત જ હોય છે.


આ પણ વાંચો :