વારાણસીથી મોદી વિરુદ્ધ દિગ્વિજય પણ મેદાનમાં

P.R


કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદી સામે દિગ્વિજયસિંહને ઉતારવા પર વિચારણા કરી રહી છે. અને આ અંગેનો અંતિમ નિર્ણય શુક્રવારે લેવાશે તેવી સંભાવના છે. વારાણસીમાં મોદીને હરાવવા માટે રાજકીય પક્ષો આકાશ પાતાળ એક કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે એવો તો અંદેશ આપ્યો જ હતો કે વારાણસીમાં કોંગ્રેસ મોદી સામે મજબૂત ઉમેદવાર ઉતારશે. જ્યારે દિગ્વિજયે પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

નવી દિલ્હી | વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 20 માર્ચ 2014 (11:06 IST)
આ પહેલા જ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે વારાણસી માટે અનેક નામો પર ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતારશે. અને આપવાના સવાલ પર શર્માએ કહ્યુ કે આ સવાલ જ નથી ઉદભવતો. કોંગ્રેસ પોતાના દમ પર ચૂંટણી લડશે.


આ પણ વાંચો :