સાબરમતીના શુદ્ધિકરણના મોદીના દાવાની આપ પાર્ટીએ પોલખોલી

modi and sabarmati
Last Updated: શનિવાર, 10 મે 2014 (12:21 IST)


સાબરમતી નદીના પાણીમાં COD, BOD અને
TDS
નું અક્ષમ્ય પ્રમાણ



આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બનારસમાં ઉમેદવારી પત્ર ભરતા વખતે પ્રચાર માટેના તુક્કાઓમાં સાબરમતી નદીનો ઉપયોગ કર્યો છે . ગંગાના પ્રદુષણના કારણે ગંગા મેલી છે અને પોતે જે રીતે સાબરમતી નદીનું શુદ્ધિકરણ કરી નાખ્યું છે. તે જ રીતે ગંગાને શુદ્ધ કરશે તેવું વચન આપ્યું છે . અમદાવાદીઓ હવે સાબરમતી નદીને સાબરમતી કેનાલ સમજે છે નદીની લાક્ષણિકતાઓ સમજ્યા વગર સિમેન્ટની બે દીવાલોમાં નદીને વિકાસના નામે કેદ કરી દીધી છે. તેમાં ભરાયેલા નર્મદાના પાણીના કારણે વિકાસની હવા ઉભી કરી છે. જયારે વાસણા બેરેજથી ખંભાતના અખાતમાં મળતી સાબરમતી નદીને પ્રદુષણથી દુર્ગંધ મારે છે. દેશની સૌંથી વધુ પ્રદુષણ ધરાવતી ત્રણ નદીઓમાં સાબરમતી એક છે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પ્રવાહી કચરો સીધો જ નદીમાં ઠલવાય છે. સુએજનું પાણી પણ તેમાં ઉમેરો કરે છે. સાબરમતી નદીના કિનારે વસતા ગામોના લોકોનું કેહવું છે કે ગામતર કુવાઓમાં ફીણ વાળું પાણી નીકળે છે. નદીમાંથી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરનારા ખેડૂતોની જમીન બગડી રહી છે . વાસદ-બગોદરા હાઈ-વે પર સાબરમતીના પુલ પરથી પસાર થતા નાકે રૂમાલ બાંધવો પડે તેવી સ્થિતિ છે. પૂલ પરથી નદીનું પાણી કાળા કલરનું દેખાય છે. ત્યારે સાબરમતીની દુર્દશાનો એહસાસ અમદાવાદથી નીચેના ભાગમાં આવેલા ગામના લોકોને છે ત્યારે આસાનીથી જોરદાર રીતે જુઠો પ્રચાર કરવામાં ઉસ્તાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી શુદ્ધ હોવાનો દાવો કરે છે. વારાણસીના મતદારો અને દેશના નાગરિકોને સાબરમતીની સત્ય હકીકતોથી વાકેફ કરવાના હેતુથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વાસણા બેરેજથી ખંભાત સુધી સાબરમતી નદીના બન્ને કાંઠે પદયાત્રા કરી પદયાત્રા દરમ્યાન પ્રદુષિત પાણીના એકત્ર કરી લેબોરેટ્રીમાં તપાસ કરાવી સાબરમતીમાં ફેંકાતા પ્રવાહી અને ઘન
કચરાના ફોટોગ્રાફ અને વીડિયો ડોક્યુંમેનટ્રી કરવામાં આવી તેમજ સાબરમતીની ગામના કાંઠાના લોકોને રૂબરૂ મળીને હકીકતો એકત્ર કરવામાં આવી.

sabarmati

લીધેલા સેમ્પલમાના ત્રણ સેમ્પલનો શ્રીજી લેબોરેટરી આશ્રમ રોડ ખાતે રીપોર્ટ
કરવામાં આવ્યો.. રીપોર્ટમાં
ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા પાણીની ગુણવત્તા માટેના ૪માપદંડો ચકાસવામાં આવ્યા
પી.એચ.,C.O.D(CHEMICAL OXYGEN DEMAND) ,B.O.D(BIOLOGICAL OXYGEN DEMAND),TDS
જે પૈકી પી .એચ વાંધા જનક ન હતું. પરંતુ C.O.D કે જેનું પ્રમાણ વપરાશ માટે ૩૦ હોવું જોઈએ જેની સામે સેમ્પલમાં તેનું પ્રમાણ ૮૨૬ અને બીજા સેમ્પલમાં ૧૯૫૦ જેટલુંહતું. જયારે બીજું પ્રમાણ BOD જે ૨૫૦ જેટલું હોવું જોઈએ તેના બદલે ૩૨૫ જેટલું જોવા મળ્યું હતું .જયારે TDS જેનું વપરાશ યોગ્ય પ્રમાણ ૨૦૦૦ હોવું જોઈએ જેની સામે સેમ્પલમાં ૧૩૫૦૦ જેટલું જોવા મળ્યું હતું.


આ રીપોર્ટ જોયા બાદ નિષ્ણાંતોનું કેહવું હતું કે આવા પાણીના ઉપયોગથી મનુષ્યો તથા ઢોરોના આરોગ્ય ઉપર ગંભીર અસરો થઇ શકે છે આ પ્રકારના પાણીના ઉપયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની પણ સમભાવના રહે છે. તદ્દ ઉપરાંત પથરી,પાચનતંત્રના રોગો વગેર જેવા રોગો થઇ શકે છે.

આ તમામ આંકડાઓ તથા એહવાલો ધ્વારા આમ આદમી પાર્ટીનો ટૂંકા સમયમાં ઉદેશ દેશની જનતાને નદીના શુદ્ધિકરણના પોકળ દાવા કરતા નરેન્દ્ર મોદીના જુઠાણા સાબિત કરવાનો હતો .




આ પણ વાંચો :