સ્મૃતિ ઈરાની અને પ્રિયંકા ગાંધીની પીએ વચ્ચે વિવાદ

preeti sahay
અમેઠી| Last Modified બુધવાર, 7 મે 2014 (14:27 IST)
 
આજે લોકસભા ચૂંટણીના આઠમાં તબક્કામાં અમેઠી ખાતે મતદાન યોજાય રહ્યુ છે. આ બેઠક પર કોંગ્રેસ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે. તેવી પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને પ્રિયંકા ગાંધીના વચ્ચે તકરારના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ પ્રિતી સહાયની અમેઠીમાં રહેલી હાજરીને લઈને સવાલ ઉઠાવ્યો કે પ્રિયંકા ગાંધી 48 કલાક પહેલા અમેઠીથી રવાના થઈ ચૂક્યા છે તો તેની પર્સનલ આસીસ્ટન્ટ અહી શુ કરી રહી છે. જેની પ્રતિક્રિયા આપતા પ્રીતીએ કહ્યુ કે રાહુલ ગાંધીની મદદ કરવા આવી છે. આ તકરાર દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા હતા. તે દરમિયાન અધિકારીઓને માહોલને ઠંડો પાડવાની ફરજ પડી હતી. 
 
જો કે સ્મૃતિ ઈરાનીએ પ્રિતી સહાયનો ફોટો ટ્વીટર પર મુકીને આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. 


આ પણ વાંચો :