બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : સોમવાર, 11 એપ્રિલ 2022 (16:30 IST)

Ambedkar Jayanti 2022: આંબેડકરજીની 132મી જયંતીના અણમોલ વિચાર જે તમારુ જીવન બદલી નાખશે

ambedkar
દર વર્ષે 14 એપ્રિલના રોજ આંબેડકરજીના તેમના ભારતની સ્વતંત્રમાં અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે અને આંબેડકર જયંતી ઉજવાય છે. તે 14 એપ્રિલ 1891નો દિવસ હતો જ્યારે દલિતોના હકની લડાઈ લડનારા અને ભારતના સંવિધાનના નિર્માતા ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો 
 
2015થી આંબેડકર જયંતિ સાર્વજનિક રજા જાહેર કરી દીધી છે. તેમણે 31 માર્ચ 1990ના રોજ મરણોપરાંત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબા સાહેબનુ જીવન સાચે જ સંઘર્ષ અને સફળતાની એવી અદ્દભૂત મિસાલ છે. આવો જાણીએ તેમના જીવનના અણમોલ વિહાર 
 
 
- જો મને લાગશે કે સંવિધાનનો દુરૂપયોગ થઈ રહ્યો છે, તો હું સૌ પહેલા તેને બાળીશ 
- જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી કાયદો તમને જે પણ સ્વતંત્રતા આપે છે તે તમારા માટે અર્થહીન છે 
- સમાનતા એક કલ્પના હોઈ શકે છે, પરંતુ  છતાં પણ એક ગવર્નિગ સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર કરવી પડશે. 
- એક વિચારને પણ પ્રસારની જરૂર હોય છે. જેટલી કે છોડને પાણીની જરૂર હોય છે.  નહી તો બંને કરમાઈ જશે અને મરી જશે. 
- સમુદ્રમાં જોડાઈને  પાણીનુ એક ટીપુ પોતાની ઓળખ ગુમાવી દે છે, તેનાથી વિપરીત વ્યક્તિ જે સમાજમાં રહે છે ત્યા તેની ઓળખ ગુમાવતો નથી.
- એક મહાન માણસ એક પ્રતિષ્ટિત માણસથી જુદો હોય છે કારણકે એ સમાજનો સેવક બનવા માટે હંમેશા તૈયાર રહે છે. 
-  રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતાથી અલગ નથી અને એક સમાજ સુધારક જે સરકારને નકારે છે એ રાજનીતિજ્ઞથી વધારે સાહસી છે.