શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણનો ખાત્મો

આ વર્ષ શ્રીલંકા માટે ઘણુ સફળ રહ્યું. શ્રીલંકી સેનાએ તમિલ ટાઈગર વિદ્રોહીઓના પ્રમુખ વેલુપિલ્લઈ પ્રભાકરણને ઠાર કર્યો. આ સાથે જ તમિલ ઈલમ રાષ્ટ્ર માટે વર્ષોથી સંઘર્ષરત સંગઠન 'લિટ્ટે' નો જડમૂળથી સફાયો કરી નાખ્યો.

18 મે ના રોજ લિટ્ટેના સંસ્થાપક અને આશરે ત્રીસ વર્ષથી તમિલાના અધિકારોના નામ પર શ્રીલંકામાં અસ્થિરતા ફેલાવી રાખનારા વેલુપિલ્લઈ પ્રભાકરણ સેનાની સાથે લડાઈમાં મૃત્યુ પામ્યો. આ સંઘર્ષમાં પ્રભાકરણના પુત્ર ચાર્લ્સ એંટોની ઉપરાંત ત્રણ વરિષ્ઠ તમિલ વિદ્રોહી નેતા પણ મૃત્યુ પામ્યાં.

સેનાએ જણાવ્યું કે, તેઓને એલટીટીઈની રાજનીતિક શાખાના પ્રમુખ બાલસિંઘમ નદેસન, શાંતિવાર્તા સચિવાલયના પ્રમુખ સીવર્તનમ પુલીદેવન અને સેન્ય કમાંડર રમેશનો મૃતદેહ પણ મળ્યો છે. બીબીસીના પત્રકારોએ જો કે, આ સમાચારોની પુષ્ટિ કરવાનું અસંભવ જણાવ્યું કારણ કે, પત્રકારોને સંઘર્ષવાળા વિસ્તારોમાં જવાની મંજૂરી ન હતી.

પ્રભાકરણના મૃત્યુ સંદર્ભે પીએમકે સંસ્થાપક એસ. રામદાસે પોતાની પ્રતિક્રિયા આપતા પ્રભાકરણને આતંકવાદી નહી પરંતુ મુક્તિ આંદોલનનો નેતા જણાવ્યો. રામદાસે જણાવ્યું કે, પ્રભાકરણ શ્રીલંકામાં તમિળો માટે લડાઈ લડી રહ્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોસ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા અને પેલેસ્ટાઈની આંદોલનના નેતા યાસર અરાફાત પણ એક સમયે આવા જ આતંકવાદી હતાં