મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:11 IST)

અલ્પેશ ઠાકોરના કારણે જૂથબંધી વકરવાનો ડર, કોંગ્રેસ નામ જાહેર કર્યા વિના ઉમેદવારોને ખાનગીમાં કહી દેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મુરતીયા નક્કી કરવા માટે દિલ્હીમાં છેલ્લા ત્રણેક દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. સૂત્રોનું કહેવું છેકે, ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડુ મોકલાવ્યુ હતું.

સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાાતિવાદ આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે,ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે. પ્રથમ તબક્કામાં ૩૦ વર્તમાન ધારાસભ્યો સહિત ૭૦ ગ્રામિણ બેઠકો પર પસંદ થયેલા ઉમેદવારો નક્કી કરી લેવાયા છે.  અલ્પેશ ઠાકોરના પ્રવેશ બાદ ૨૫ બેઠકો પર ફેરવિચારણા થશે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યા બાદ ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો મંડાયા છે. આ ઉપરાંત હાર્દિક પટેલ અને જીજ્ઞોશ મેવાણીનું પણ કોંગ્રેસ તરફી વલણ રહ્યું છે તે જોતા કોંગ્રેસે ઉમેદવારી પસંદગી પ્રક્રિયામાં બદલાવ લાવવો પડયો છે.  પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદદે વિવાદ વકર્યો કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહી આપવા નક્કી કર્યુ હતું.