શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2017 (12:28 IST)

ગુજરાતમાં 150 સીટો જીતીને પીએમને ભેટ આપીશું - અમીત શાહ

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલનમાં ઊમટેલા દોઢ લાખથી વધુ કાર્યકરોને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે રાજ્યમાં 150 પ્લસ બેઠક જીતવાના સંકલ્પને પૂર્ણ કરી વિજય વિશ્વાસની ભેટ વડાપ્રધાન મોદીને ધરવા આહવાન કર્યુ હતું. અમિત શાહે  કાર્યકરોને જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે.

મહુવા તાલુકાના અનાવલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓ અને નગરોના પેજ પ્રમુખોના બોલાવેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ઊમટેલી દોઢ લાખથી વધુની મેદની ઉમટી હતી. સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું કે, આ કાર્યકર્તાઓનો મહાસાગર ઊમટેલો જોઈને એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ગુજરાતની જનતા આગામી ચૂંટણીમાં 150 પ્લસ કરીને આપશે. આગામી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસને મૂળ સહિત ઉખાડી ફેંકવાની ચૂંટણી બની રહેશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આસામ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણીપુર વગેરે રાજ્યોમાં ભાજપે શાસન અંકે કર્યુ છે.