શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (15:18 IST)

દેવલિયામાં અમિતશાહનું ભભકાભેર સ્વાગત કરાયું. આદિવાસીને ઘેર ભોજન લીધું

ભાજપ દ્વારા 5 જૂન સુધી યોજાનાર વિસ્તારક કાર્યક્રમ અનુંસંધાને આજે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છોટાઉદેપુર અને વડોદરાની મુલાકાતે આવ્યા છે.  અમિત શાહના આગમન પૂર્વે છોટા ઉદેપુરનાં દેવલિયા ગામે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં અમિત શાહ આવી પહોંચતા જ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે તીર-કામઠું આપી લોકોએ ઢોલ નગારા સાથે પરંપરાગત નૃત્ય થકી ફૂલ-હાર આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. શાહે પ્રોટોકોલ તોડી દેવળિયાના ગ્રામજનોની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ તેઓએ આદિવાસી બંધુ પોપટભાઈ રાઠવાને ત્યાં ભોજન લીધું. તેઓએ બાજરીના રોટલા, રીંગણનું શાક, તાંદળજાની ભાજી અને લાપસી જમ્યા હતાં.શાહે બુથ સમિતિની બેઠકમાં વિજય અપાવવા હાકલ કરી હતી. આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજી સ્થાનિક રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે.  અમિત શાહે કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે મજબૂત ગઢ છે. ભાજપની કામગીરીને ઘરે ઘરે પહોંચાડવાનો હેતુ છે.

1990થી ભાજપ ગુજરાતમાં હાર્યું નથી. દેશનું સન્માન વધારવાનું કામ ભાજપ કરી રહ્યું છે. આપણું સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી આપણું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ભાજપાના સભ્યો બનાવવા માટે નવો નંબર આપ્યો હતો. સાથો સાથ એમ પણ કહ્યું કે બુથ બનાવવાનું મારા નસીબમાં આવ્યું. ભાજપ સંગઠનની પાર્ટી છે. કેન્દ્રમાં મોદીની અધ્યક્ષતામાં સરકાર ચાલે છે અને ગુજરાતમાં રૂપાણીની અધ્યક્ષતામાં સરકાર ચાલે છે. મોદી CM હતા ત્યારે 120 બેઠક જીત્યા હતા હવે PM છે તો 150 બેઠક જીતીશું