સંબંધિત સમાચાર
- Sambhal News: મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ પછી ખુલ્યા શિવ મંદિરના કપાટ, 1978ના રમખાણો પછી હિન્દુઓએ છોડ્યો હતો એરિયા
- અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તાને મળી હતી સર કલામ કરવાની ધમકી, ઓડિયો જાહેર
- નવસારીમાં મહિલાએ ઘાયલ કરીને ભાગેલા દીપડાની શોધ, લોકોએ ઘાયલ દીપડાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયો
- કલોલ નગરપાલિકામાં કામો નહીં થતાં ઉશ્કેરાયેલા લોકોએ પ્રમુખ પર હૂમલો કર્યો
- ગુજરાતનુ નાગેશ્વર જ્યોતિર્લિંગ, પાંડવોએ કર્યુ હતુ સ્થાપિત, નાગદોષથી મુક્તિનુ ચમત્કરી સ્થાન
Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ
lakheshwar temple kutch
Lakheswer Mahadev Temple- 10મી સદીમાં બનેલું લાખેશ્વર મહાદેવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. 1200 વર્ષ જૂનું આ મંદિર અનેક ધરતીકંપ અને કુદરતી આફતો બાદ પણ આજે અડીખમ ઉભું છે. ભુજ શહેરમાં સત્યનારાયણ મંદિરમાં આવેલ લાખેશ્વર મહાદેવજી મંદિર જુદી ભાત પાડે છે.
લાખેશ્વર મહાદેવજી મંદિરનો ઇતિહાસ : કચ્છના સૌથી સુંદર લાખેશ્વર મહાદેવ મંદિરને શિવ મંદિર, કેરા, કેરાકોટના લાખેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે, તે ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ નજીકના કેરા ગામમાં આવેલું છે.
ભુજથી 22 કિલોમીટરના અંતરે આવેલું કેરા ગામ સુંદર નાનું નગર છે. આ ગામમાં એક ગઢ આવેલું છે જે લાખા ફુલાણીએ 10મી સદીમાં બંધાવેલો છે. કેરા ગામની બાજુમાં કપિલ મુનિનો આશ્રમ આવેલ છે. આથી કેરાને કપિલ કોટ પણ કહેવાય છે. લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે તે લગભગ દસમી સદીમાં બંધાયેલું છે મંદિરને 1819 અને 2001૦૦૧ના ભૂકંપ જોયા છતાં મંદિરનું શિખર, ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ અડીખમ છે. ૧૦મી સદીમાં સોલંકી વંશ દ્વારા કરાવાયું હોવાનો અંદાજ છે અમુક સ્થળે ૯મી થી 11 મી સદીમાં બંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ મળ્યો છે.
When visiting the breathtaking White Rann of Kutch, don't miss the ancient 10th-century Shivji Temple, also known as Lekheshwar Temple or Kerakot Temple!
— Harsh Sanghavi (@sanghaviharsh) December 23, 2024
Located in Kera village near Bhuj, this magnificent temple was built during the Chaulukya dynasty and is dedicated to Lord… pic.twitter.com/nP0wPzhZMs
Edited By- Monica sahu