ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (12:36 IST)

રૂપાણી સરકારમાં પ્રથમ વખત સ્થાન મળનાર મંત્રીઓ તથા 4 કેબિનેટ મંત્રીઓ રીપીટ કરાયા

રૂપાણી સરકારમાં આ વખતે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, R.C ફળદુ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકરને સ્થાન, વાસણ આહિર, ઈશ્વર પરમાર, પરબત પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી સરકારના મંત્રમંડળમાં ચાર કેબિનેટ મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ ઠાકોર અને ગણપત વસાવાનો સમાવેશ થાય છે.

ચૂંટણીમાં સરકારના બે મંત્રી અને ત્રણ સંસદીય સચિવોની ટિકિટ કાપી લેવાઈ હતી. જ્યારે અધ્યક્ષ સહિત કુલ ૭ મંત્રી- સંસદીય સચિવો ચૂંટણી હાર્યા છે. શપથ સમારોહ પૂર્વે સોમવારે સાંજે દિલ્હીથી અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રદેશના નેતાઓ વચ્ચે મંત્રીમંડળના કદ અને જવાબદારી અંગે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં નવ કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓનો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.