મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (12:27 IST)

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો બની ગયો છે. રાજયનો વેપારી સમાજ જીએસટીને કારણે આવેલી આર્થિક મંદીથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ આ વેપારી વર્ગ વચ્ચે ઊપજેલા અસંતોષના ભરોસે ગુજરાતની સત્તામાં ૨૨ વર્ષ બાદ પાછા ફરવાની આશા રાખીની બેઠી છે. ભાજપને પણ તેનો અહેસાસ છે. તેને ધ્યાનમાં રાખતાં ભાજપે દ્યણી એવી વસ્તુઓ પર ટેકસ રેટ્સ દ્યટાડવાની માગ કરી છે, જે ગુજરાત કેન્દ્રિત છે.

પહેલી જુલાઈથી જીએસટી લાગુ થયાના તુરંત બાદ વ્યાવસાયિક સંગઠનોએ તેની વિરુદ્ઘ પ્રદર્શન શરૂ કર્યાં હતાં. આ બધામાં સુરતના કાપડ વ્યવસાયીઓ તરફથી કરવામાં આવેલાં પ્રદર્શન સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યાં છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીએસટી મુદ્દે તીખા અને મજેદાર કટાક્ષ પણ કર્યા છે. રાહુલે જીએસટીને નવું નામ આપ્યું છે 'ગબ્બર સિંહ ટેકસ'. જોકે નાણાપ્રધાન અરુણ જેટલીએ તેનો જવાબ આપતા કહ્યું છે કે, જે લોકોએ ૨ઞ્ સ્પેકટ્રમ, કોલ બ્લોક ફાળવણીમાં કૌભાંડો કર્યાં છે, તેઓ હવે જીએસટી જેવા ટેકસ પર સવાલ ઊભા કરી રહ્યા છે. ૭ ઓકટોબરે જીએસટી કાઉન્સિલે ૨૭ વસ્તુઓ પરના ટેકસ રેટ્સ ઘટાડ્યા હતા. તેમાંથી ઘણા ગુજરાતી કારોબાર સાથે જોડાયેલા છે. ગુજરાતમાં ટેકસટાઇલ વેપારીઓનો અસંતોષ જોતાં તમામ પ્રકારના સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન જેવા કે નાયલોન, પોલિસ્ટર વગેરે, મેનમેડ સ્ટેપલ ફાઇબરથી બનેલા દોરા વગેરે પર ટેકસમાં રાહત આપી હતી. આ સિવાય ગુજરાત કેન્દ્રિત ખાદ્ય સામગ્રી ખાખરા અને અન્ય અનબ્રાન્ડેડ નમકીનોને પણ પાંચ ટકા ટેકસ સ્લેબમાં લાવવામાં આવ્યા છે. ચૂંટણીની જાહેરાતની બરાબર પહેલાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માઇક્રો સિંચાઈ ઉપકરણો પરથી જીએસટી હટાવવાની જાહેરાત કરી હતી. જોકે કોંગ્રેસ હજી પણ જીએસટીના મુદ્દાની સાથે છે. ૮ નવેમ્બરે નોટબંધીના એક વર્ષ પર રાહુલ ગાંધી ગુજરાતના વેપારીઓ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. કોંગ્રેસે ૮ નવેમ્બરે શ્નબ્લેક ડેલૃમનાવવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી ૩ નવેમ્બરે સુરતના કાપડ વેપારીઓને સંબોધિત કરી ચૂકયા છે. ભાજપ પણ આ સ્થિતિ પર નજર રાખીને બેઠો છે. ગુજરાતના વેપારીઓનો એક મોટો હિસ્સો પાટીદાર સમાજમાંથી આવે છે. પાટીદાર સમાજ ભાજપની સૌથી મોટી વોટબેંક છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજમાં અનામતની માગ ઊઠી છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) આ આંદોલન ચલાવી રહી છે. હાર્દિકે જાહેરમાં ભાજપનો વિરોધ અને કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે. આવામાં ભાજપનો આ મજબૂત ગઢ પણ ડગમગતો નજરે પડી રહ્યો છે. કોંગ્રેસ પણ જીએસટી પર ભાજપને દ્યેરી એક મોટો પડકાર આપી રહી છે.