ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (14:50 IST)

ટિકિટ ન મળતા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર રડી પડ્યાં

વિધાનસભાની શહેરની પાંચ બેઠકો માટે કોંગ્રેસે યાદી જાહેર કરી તેની ગણતરીની મિનિટોમાં કોંગી મોરચે ભડકો થયો હતો અને ટિકિટ ન મળતાં મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા ચોધાર આંસુએ રડી પડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો સોમવારે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસની યાદી રવિવારે સવાર સુધી જાહેર થતાં કોંગી મોરચે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. સયાજીગંજ બેઠકનાં દાવેદાર પુષ્પા વાઘેલાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, હું જાહેર જીવનમાં 20 વર્ષથી છું અને અનામત કેટેગરીમાં આવું છું અને તેના લીધે મારી ટિકિટ કાપી નાંખવામાં આવી છે.

છેલ્લા આઠ મહિનાથી અમે ઘરે ઘરે ફરીને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છીએ, પણ કોંગ્રેસે લોકપ્રિય ના હોય તેવા ઉમેદવારો સયાજીગંજ અને અકોટામાં આપ્યા છે, તો શું કોંગ્રેસે હારવા માટે આવા ઉમેદવારો જાહેર કર્યા છે ગરીબ ઇમાનદાર અને પ્રજાલક્ષી વ્યકિ્તની ઉપેક્ષા કરીને માત્ર રૂપિયાવાળા ઉમેદવારને ટિકિટ આપી છે તેવી ટિપ્પણી સાથે તેમણે જણાવ્યું હતું કે, વારંવાર અનેક ચૂંટણી હારેલા છે તેવાને ટિકિટ અપાઈ અને તેના કારણે કોંગ્રેસ સામે અમારો વિરોધ છે. કોંગ્રેસની યાદીમાં પાટીદાર ઉમેદવાર કટ ઓફ થતાં તેનો વિરોધ કરવા માટે રવિવારે છાણી જકાતનાકા ટીપી 13 વિસ્તારમાં પાટીદાર આગેવાનો ભેગા થયા હતા. અકોટા વિધાનસભાના 2012ની ચૂંટણીના ઉમેદવાર લલિત પટેલ, વોર્ડ નંબર-01ના કાઉન્સિલર અતુલ પટેલની હાજરીમાં સ્થાનિક અસંતુષ્ટ પાટીદાર આગેવાનોએ કોંગ્રેસ સમિતિનો હુરિયો બોલાવ્યો હતો. અને કોંગ્રેસનું અને સાંજે રાહુલ ગાંધીનું પૂતળાદહન કરી રોષે વ્યકત કર્યો હતો.