સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (14:36 IST)

જસદણમાં કોંગ્રેસના જુના જોગી ધીરજ શિંગળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

વિધાનસભા ચૂંટણીમાં  ટિકિટ વહેંચણી થયા બાદ નારાજ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તો રિસામણા અને મનામણાનો આ સિલસિલો જસદણમાં પણ જોવા મળે છે. ૩૦ વર્ષથી કોંગ્રેસમાં રહેલા પાટીદાર આગેવાને પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણ વિધાનસભા બેઠક પરથી ટીકીટ માટે દાવેદારી નોંધાવનાર કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ધીરજ શિંગાળાને ટિકિટ નહીં મળતા તેઓ નારાજ જોવા મળ્યા હતા જેને આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ભાજપના ઉમેદવાર ડો. ભરત બોઘરાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણના મેઘપર ગામના વતની અને કિશાન પુત્ર એવા ધીરજ શિંગાળા વિદ્યાર્થી કાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જે અગાઉ સુરત કોર્પોરેશનની ચૂંટણી ઓછા મતોથી હાર્યા હતા. છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ માટે કામ કરનાર પ્રદેશ આગેવાન દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે પક્ષે તેને ટિકિટ આપવાને બદલે જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખીને કોળી આગેવાન એવા કુવરજી બાવળિયાને ટિકિટ આપી છે તો છેલ્લા ૨૦ વર્ષથી ટિકિટની માગ કરતા પાટીદાર આગેવાનને ટિકિટ ના મળતા નખશીખ કોંગ્રેસી નેતાએ આખરે પક્ષની વિચારધારાથી નારાજ થઈને ભાજપમાં પ્રવેશ કર્યો છે. જસદણ બેઠક પર કોળી બાદ પાટીદાર સમાજનું મતદાન વધુ છે અને પાટીદાર આગેવાનના ભાજપ પ્રવેશને પગલે ભાજપના ઉમેદવારની જીત આસાન બની રહેશે તેમ પણ જાણકારો માની રહ્યા છે.