શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:39 IST)

BJP ના આ નેતાએ ટિકિટ નહી મળે તો રાજીનામુ આપવાની ધમકી આપી

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેમ છે. ત્યારે ચોટીલા વિધાનસભાના વર્તમાન ધારાસભ્યની જો ટિકિટ કપાય તો 50થી વધુ કાર્યકરોએ રાજીનામાની ચીમકી આપતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. 

આવા સમયે ચોટીલા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને સંસદીય સચીવ શામજીભાઇ ચૌહાણની ટિકિટ કપાવવાના ભયથી કાર્યકરોમાં રોષ જોવા મળે છે. ચોટીલા, થાન પંથકના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષમાં રજૂઆત કરીને જો શામજીભાઇને ટિકિટ ન મળે તો પક્ષમાંથી રાજીનામાની ચીમકી આપી છે.